Ahmedabad: પાંચ હજાર કરોડના હવાલા કાંડમાં 7 આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ

 સુરતમાં 11 વર્ષ પહેલા રૂ.5395 કરોડના હવાલા રેકેટમાં સામેલ કંપની અને આંગડિયા પેઢીના સાત જણાએ કરેલી ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડીસ્ટ્રીકટ જજ કમલ જી. સોજીત્રાએ ફગાવી દીધી છે.જેમાં પ્રવિણકુમાર જૈન ,સાગર રાજેન્દ્ર શાહ, મેસર્સ જલારામ ફિનવેસ્ટ લીમીટેડ , એડવાન્સ ફિનસ્ટોક પ્રા.લીમીટેડ, પંકજકુમાર પ્રતાપભાઈ ઠાકર, કૌશલ અમૃતલાલ શાહ અને હિતેશ હસ્તીમલ જૈનનો સમાવેશ થાય છે.  ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં સુરતમાંથી બિલ ડિસ્કાઉન્ટના નામે મસ્ત મોટું હવાલા રેકટ બહાર આવ્યુ હતુ. જેમાં પોલીસે ગુનો નોંધ્યા બાદ તપાસ એન્ફોસમેન્ટ ડિરેકટોરેટને સોંપવામાં આવતા અફરોઝ ફટ્ટા, બુલિયનના માલિક રાકેશ કોઠારી સહિતની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ પાછળથી આંગિડયા પેઢીઓ અને કંપનીઓ સામે પણ પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ આંગડિયા પેઢીઓ અને કંપનીઓએ તેમની સામે પુરાવા નહીં હોવાથી કેસમાંથી ડિસ્ચાર્જ કરવા માટે અરજીઓ કરી હતી.જેમાં ઈડી તરફથી ખાસ સરકારી વકીલ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરટીજીએસ મારફતે અમદાવાદની રેવડી બજાર, સુરત , મુંબઈ અને દીલ્હીથી ચેક ડિસ્કાઉન્ટ કરીને મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. જે નાણાં હવાલા મારફતે દુબઈ, હોગકોંગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓ એક કરોડ રૂપિયાના ચેક ડિસ્કાઉન્ટ કરવાના રૂ.5 હજારથી 7 હજાર કમિશન મેળવતા હતા. પીએમએલના કાયદામાં આરોપીઓ નિર્દોષ હોવાનું તેમને પુરવાર કરવાનું છે. જેથી આરોપીઓ સામે પુરતા પુરાવા હોવાથી ડિસ્ચાર્જ અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આઠેય જણાની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.

Ahmedabad: પાંચ હજાર કરોડના હવાલા કાંડમાં 7 આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 સુરતમાં 11 વર્ષ પહેલા રૂ.5395 કરોડના હવાલા રેકેટમાં સામેલ કંપની અને આંગડિયા પેઢીના સાત જણાએ કરેલી ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડીસ્ટ્રીકટ જજ કમલ જી. સોજીત્રાએ ફગાવી દીધી છે.

જેમાં પ્રવિણકુમાર જૈન ,સાગર રાજેન્દ્ર શાહ, મેસર્સ જલારામ ફિનવેસ્ટ લીમીટેડ , એડવાન્સ ફિનસ્ટોક પ્રા.લીમીટેડ, પંકજકુમાર પ્રતાપભાઈ ઠાકર, કૌશલ અમૃતલાલ શાહ અને હિતેશ હસ્તીમલ જૈનનો સમાવેશ થાય છે.

 ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં સુરતમાંથી બિલ ડિસ્કાઉન્ટના નામે મસ્ત મોટું હવાલા રેકટ બહાર આવ્યુ હતુ. જેમાં પોલીસે ગુનો નોંધ્યા બાદ તપાસ એન્ફોસમેન્ટ ડિરેકટોરેટને સોંપવામાં આવતા અફરોઝ ફટ્ટા, બુલિયનના માલિક રાકેશ કોઠારી સહિતની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ પાછળથી આંગિડયા પેઢીઓ અને કંપનીઓ સામે પણ પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ આંગડિયા પેઢીઓ અને કંપનીઓએ તેમની સામે પુરાવા નહીં હોવાથી કેસમાંથી ડિસ્ચાર્જ કરવા માટે અરજીઓ કરી હતી.જેમાં ઈડી તરફથી ખાસ સરકારી વકીલ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરટીજીએસ મારફતે અમદાવાદની રેવડી બજાર, સુરત , મુંબઈ અને દીલ્હીથી ચેક ડિસ્કાઉન્ટ કરીને મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. જે નાણાં હવાલા મારફતે દુબઈ, હોગકોંગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓ એક કરોડ રૂપિયાના ચેક ડિસ્કાઉન્ટ કરવાના રૂ.5 હજારથી 7 હજાર કમિશન મેળવતા હતા. પીએમએલના કાયદામાં આરોપીઓ નિર્દોષ હોવાનું તેમને પુરવાર કરવાનું છે. જેથી આરોપીઓ સામે પુરતા પુરાવા હોવાથી ડિસ્ચાર્જ અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આઠેય જણાની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.