Ahmedabad: પદ 'ભ્રષ્ટ' ધર્મેન્દ્ર શાહની છત્રછાયામાં કરોડોના પ્લોટમાં એકતા શાકમાર્કેટ બની

વગદાર લઘુમતી વ્યક્તિ સાથે ધંધામાં ધર્મેન્દ્ર શાહ 'સાઈલન્ટ ભાગીદાર'ની ચર્ચાTP -14માં 5,000 ચો.મી. એરિયા ધરાવતા મ્યુનિ. પ્લોટમાં 20 વર્ષથી ગેરકાયદે કબજો કાલુપુર શાક માર્કેટ પાસેના AMCની માલિકીના પ્લોટમાં કાલુપુર એકતા શાક માર્કેટ બની ગઈ ભાજપ દ્વારા સહ કોષાધ્યક્ષ અને AMCના પ્રભારીપદેથી પદભ્રષ્ટ કરાયેલા ધર્મેન્દ્ર શાહની મહેરબાનીથી કાલુપુર ચોખાબજારની નજીક આવેલ કાલુપુર શાક માર્કેટ પાસેના AMCની માલિકીના પ્લોટમાં કાલુપુર એકતા શાક માર્કેટ બની ગઈ છે. AMCમાં 2000થી 2005ના સમયગાળામાં ધર્મેન્દ્ર શાહ મ્યુનિ. વિપક્ષી નેતાનો હોદ્દો ધરાવતા હતા તે સમયગાળા દરમિયાન લઘુમતી કોમના એક વગદાર વ્યક્તિ સાથેની મિલીભગતથી કાલુપુર એકતા શાકમાર્કેટ ઉભી કરાઈ છે. લઘુમતી વર્ગની વ્યક્તિ ધર્મેન્દ્ર શાહની ભાગીદાર અને વહીવટદાર હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ધર્મેન્દ્ર શાહ, લઘુમતી વર્ગના એક વગદાર વ્યક્તિ સાથે ઘરોબો ધરાવતા હોવાનું બહાર આવતાં BJPનું મોવડી મંડળ પણ ચોંકી ઉઠયું હતું અને છેવટે ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરવા માટેના કારણોમાં આ બાબત પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ધર્મેન્દ્ર શાહના આશિર્વાદ અને મહેરબાનીથી TP -14, FP - 1,2,3,4,5માં મોતીલાલ હીરાભાઈભાઈ મિલ્સ નજીક આવેલા લગભગ 5,000 ચો.મી.થી વધુ એરિયા ધરાવતા કરોડોની કિંમતના AMCના પ્લોટ પર લગભગ 20 વર્ષથી ગેરકાયદે કબજો જમાવીને એકતા શાક માર્કેટ ઉભી કરાઈ હોવાનું જાણવા મળે છે. ભૂતકાળમાં કાલુપુર શાક માર્કેટ અને એકતા શાકમાર્કેટ વચ્ચે આવેલા રસ્તા પરના દબાણો દૂર કરવા AMC એસ્ટેટ વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહી ધર્મેન્દ્ર શાહે દરમિયાનગીરી કરીને અટકાવી દીધી હોવાની ઘટના ચર્ચાસ્પદ બની હતી. કાલુપુરમાં આવેલ એકતા શાકમાર્કેટમાં શાકબાજી, ફ્રૂટના હોલસેલ અને છૂટક વેપારીઓ ધંધો કરી રહ્યા છે અને શાકભાજીના 500 જેટલા થડા તેમજ અન્ય વેપારીઓ સાથે ધર્મેન્દ્ર શાહની સાઈલન્ટ ભાગીદારી' હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં AMCના કાલુપુર શાકમાર્કેટ નજીક આવેલા પ્લોટમાં શાકના થડા બનાવવા અને રીડેવલપેન્ટની હાથ ધરાયેલી હિલચાલ પર ધર્મેન્દ્ર શાહ 'બ્રેક' લગાવી હતી. એટલું જ નહીં પરંતુ AMCની માલિકીની જગ્યામાં કોમ્પ્લેક્સ બનાવવામાં પણ આ પ્લોટ પર ગેરકાયદે કબજો ધરાવતા લઘુમતી વર્ગના વ્યક્તિના સલાહ- સૂચન લેવાતી હોવાનું અને તેની સાથે ચર્ચા-વિચારણા કરાતી હોવાનું જાણવા મળ્યું છે.

Ahmedabad: પદ 'ભ્રષ્ટ' ધર્મેન્દ્ર શાહની છત્રછાયામાં કરોડોના પ્લોટમાં એકતા શાકમાર્કેટ બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વગદાર લઘુમતી વ્યક્તિ સાથે ધંધામાં ધર્મેન્દ્ર શાહ 'સાઈલન્ટ ભાગીદાર'ની ચર્ચા
  • TP -14માં 5,000 ચો.મી. એરિયા ધરાવતા મ્યુનિ. પ્લોટમાં 20 વર્ષથી ગેરકાયદે કબજો
  • કાલુપુર શાક માર્કેટ પાસેના AMCની માલિકીના પ્લોટમાં કાલુપુર એકતા શાક માર્કેટ બની ગઈ

ભાજપ દ્વારા સહ કોષાધ્યક્ષ અને AMCના પ્રભારીપદેથી પદભ્રષ્ટ કરાયેલા ધર્મેન્દ્ર શાહની મહેરબાનીથી કાલુપુર ચોખાબજારની નજીક આવેલ કાલુપુર શાક માર્કેટ પાસેના AMCની માલિકીના પ્લોટમાં કાલુપુર એકતા શાક માર્કેટ બની ગઈ છે.

AMCમાં 2000થી 2005ના સમયગાળામાં ધર્મેન્દ્ર શાહ મ્યુનિ. વિપક્ષી નેતાનો હોદ્દો ધરાવતા હતા તે સમયગાળા દરમિયાન લઘુમતી કોમના એક વગદાર વ્યક્તિ સાથેની મિલીભગતથી કાલુપુર એકતા શાકમાર્કેટ ઉભી કરાઈ છે. લઘુમતી વર્ગની વ્યક્તિ ધર્મેન્દ્ર શાહની ભાગીદાર અને વહીવટદાર હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ધર્મેન્દ્ર શાહ, લઘુમતી વર્ગના એક વગદાર વ્યક્તિ સાથે ઘરોબો ધરાવતા હોવાનું બહાર આવતાં BJPનું મોવડી મંડળ પણ ચોંકી ઉઠયું હતું અને છેવટે ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરવા માટેના કારણોમાં આ બાબત પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

ધર્મેન્દ્ર શાહના આશિર્વાદ અને મહેરબાનીથી TP -14, FP - 1,2,3,4,5માં મોતીલાલ હીરાભાઈભાઈ મિલ્સ નજીક આવેલા લગભગ 5,000 ચો.મી.થી વધુ એરિયા ધરાવતા કરોડોની કિંમતના AMCના પ્લોટ પર લગભગ 20 વર્ષથી ગેરકાયદે કબજો જમાવીને એકતા શાક માર્કેટ ઉભી કરાઈ હોવાનું જાણવા મળે છે. ભૂતકાળમાં કાલુપુર શાક માર્કેટ અને એકતા શાકમાર્કેટ વચ્ચે આવેલા રસ્તા પરના દબાણો દૂર કરવા AMC એસ્ટેટ વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહી ધર્મેન્દ્ર શાહે દરમિયાનગીરી કરીને અટકાવી દીધી હોવાની ઘટના ચર્ચાસ્પદ બની હતી. કાલુપુરમાં આવેલ એકતા શાકમાર્કેટમાં શાકબાજી, ફ્રૂટના હોલસેલ અને છૂટક વેપારીઓ ધંધો કરી રહ્યા છે અને શાકભાજીના 500 જેટલા થડા તેમજ અન્ય વેપારીઓ સાથે ધર્મેન્દ્ર શાહની સાઈલન્ટ ભાગીદારી' હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં AMCના કાલુપુર શાકમાર્કેટ નજીક આવેલા પ્લોટમાં શાકના થડા બનાવવા અને રીડેવલપેન્ટની હાથ ધરાયેલી હિલચાલ પર ધર્મેન્દ્ર શાહ 'બ્રેક' લગાવી હતી. એટલું જ નહીં પરંતુ AMCની માલિકીની જગ્યામાં કોમ્પ્લેક્સ બનાવવામાં પણ આ પ્લોટ પર ગેરકાયદે કબજો ધરાવતા લઘુમતી વર્ગના વ્યક્તિના સલાહ- સૂચન લેવાતી હોવાનું અને તેની સાથે ચર્ચા-વિચારણા કરાતી હોવાનું જાણવા મળ્યું છે.