Ahmedabad: છેલ્લી ઘડીએ રાખડીની ખરીદીનો માહોલ જામ્યો, ચાંદીની રાખડીઓની સૌથી વધુ ડિમાન્ડ
રક્ષાબંધનની અંતિમ ઘડીની ખરીદીનો માહોલ જામ્યોઆ વર્ષે રાખડીના કવર પણ બન્યા આકર્ષણનું કેન્દ્ર ફેન્સી રાખડી, કલકત્તી રાખડી, ચાંદીની રાખડી, સુખડની રાખડીની ડિમાન્ડ વધુ આવતીકાલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં થશે, ત્યારે હાલમાં અંતિમ ઘડીની ખરીદી માટે બજારમાં માહોલ જામ્યો છે. રાખડી માર્કેટમાં રાખડીઓ લેવા માટે બહેનોનો ધસારો જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનની અંતિમ ઘડીની ખરીદીનો માહોલ જામ્યો અમદાવાદ શહેરમાં રાખડીની ખરીદી માટે છેલ્લી ઘડીએ માહોલ જામ્યો છે. રાખડી માર્કેટમાં રાખડીઓ લેવા માટે બહેનોનો ધસારો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે રક્ષાબંધન હોવાથી અંતિમ ઘડીની ખરીદી માટે બજારમાં લાઈનો લાગી છે અને આ વર્ષે માર્કેટમાં રાખડીના કવર પર એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ફેન્સી રાખડી, કલકત્તી રાખડીની ડિમાન્ડ સૌથી વધુ ત્યારે આ વર્ષે ચાંદીની રાખડીની સૌથી વધુ ડિમાન્ડ બજારમાં જોવા મળી રહી છે. માર્કેટમાં ચાંદીની રાખડી રૂપિયા 1 હજારથી લઈને 5 હજાર સુધીની બહેનો ખરીદી રહ્યા છે. આ ઉપરાંત ફેન્સી રાખડી, કલકતી રાખડી, ચાંદીની રાખડી, સુખડની રાખડી, ગોટાની રાખડી અને ડિઝાઈનર ભાભી રાખડીની કિંમત રૂપિયા 50થી લઈને 500 સુધી છે. બાળકો માટે કાર્ટૂન રાખડી અને લાઈટિંગવાળી રાખડીની ડિમાન્ડ ત્યારે નાના બાળકો માટે કાર્ટૂન રાખડી, લાઈટિંગ રાખડીની ડીમાન્ડ જોવા મળી રહી છે, ત્યારે રાખડની સાથે સાથે આ વર્ષે રાખડીના કવર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાખડીના ડિઝાઈનર કવરની પણ બહેનો ખરીદી કરી રહ્યા છે. મોંઘવારીની કોઈ અસર રાખડી માર્કેટ પર નહીં ત્યારે બીજી તરફ શહેરમાં મોંઘવારીની કોઈ પણ પ્રકારની અસર રાખડી માર્કેટમાં જોવા મળી રહી નથી. માર્કેટમાં આ વર્ષે કસ્ટમાઈઝ્ડ રાખડીઓની માગ પણ જોવા મળી રહી છે અને તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં ભાઈના નામ વાળી, આર્ટ વાળી, એવિલ આઈ અને મોતીની રાખડીની માગ સૌથી વધુ જોવા મળી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રક્ષાબંધનની અંતિમ ઘડીની ખરીદીનો માહોલ જામ્યો
- આ વર્ષે રાખડીના કવર પણ બન્યા આકર્ષણનું કેન્દ્ર
- ફેન્સી રાખડી, કલકત્તી રાખડી, ચાંદીની રાખડી, સુખડની રાખડીની ડિમાન્ડ વધુ
આવતીકાલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં થશે, ત્યારે હાલમાં અંતિમ ઘડીની ખરીદી માટે બજારમાં માહોલ જામ્યો છે. રાખડી માર્કેટમાં રાખડીઓ લેવા માટે બહેનોનો ધસારો જોવા મળી રહ્યો છે.
રક્ષાબંધનની અંતિમ ઘડીની ખરીદીનો માહોલ જામ્યો
અમદાવાદ શહેરમાં રાખડીની ખરીદી માટે છેલ્લી ઘડીએ માહોલ જામ્યો છે. રાખડી માર્કેટમાં રાખડીઓ લેવા માટે બહેનોનો ધસારો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે રક્ષાબંધન હોવાથી અંતિમ ઘડીની ખરીદી માટે બજારમાં લાઈનો લાગી છે અને આ વર્ષે માર્કેટમાં રાખડીના કવર પર એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ફેન્સી રાખડી, કલકત્તી રાખડીની ડિમાન્ડ સૌથી વધુ
ત્યારે આ વર્ષે ચાંદીની રાખડીની સૌથી વધુ ડિમાન્ડ બજારમાં જોવા મળી રહી છે. માર્કેટમાં ચાંદીની રાખડી રૂપિયા 1 હજારથી લઈને 5 હજાર સુધીની બહેનો ખરીદી રહ્યા છે. આ ઉપરાંત ફેન્સી રાખડી, કલકતી રાખડી, ચાંદીની રાખડી, સુખડની રાખડી, ગોટાની રાખડી અને ડિઝાઈનર ભાભી રાખડીની કિંમત રૂપિયા 50થી લઈને 500 સુધી છે.
બાળકો માટે કાર્ટૂન રાખડી અને લાઈટિંગવાળી રાખડીની ડિમાન્ડ
ત્યારે નાના બાળકો માટે કાર્ટૂન રાખડી, લાઈટિંગ રાખડીની ડીમાન્ડ જોવા મળી રહી છે, ત્યારે રાખડની સાથે સાથે આ વર્ષે રાખડીના કવર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાખડીના ડિઝાઈનર કવરની પણ બહેનો ખરીદી કરી રહ્યા છે.
મોંઘવારીની કોઈ અસર રાખડી માર્કેટ પર નહીં
ત્યારે બીજી તરફ શહેરમાં મોંઘવારીની કોઈ પણ પ્રકારની અસર રાખડી માર્કેટમાં જોવા મળી રહી નથી. માર્કેટમાં આ વર્ષે કસ્ટમાઈઝ્ડ રાખડીઓની માગ પણ જોવા મળી રહી છે અને તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં ભાઈના નામ વાળી, આર્ટ વાળી, એવિલ આઈ અને મોતીની રાખડીની માગ સૌથી વધુ જોવા મળી રહી છે.