Ahmedabad: નિકોલમાં AMCનું શાક માર્કેટ છ મહિનાથી ઉદઘાટનની રાહમાં

Aug 30, 2025 - 06:30
Ahmedabad: નિકોલમાં AMCનું શાક માર્કેટ છ મહિનાથી ઉદઘાટનની રાહમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 નિકોલમાં છેલ્લા ઘણાં સમયથી શાક માર્કેટ બનાવવા માટેની સ્થાનિકોની માગણી હતી.

જેના માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 6 મહિના પહેલાં શાક માર્કેટ બનાવી દેવામાં આવ્યું છે. છતાં હજી સુધી માર્કેટ શરૂ ન કરવામાં આવતાં વેપારીઓ મેઈન રોડ પર ઊભાં રહેવા મજબૂર છે. નિકોલ અને ન્યૂ ઈન્ડિયા કોલોનીને જોડતાં મેઈન રોડ પર શાક માર્કેટ ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

આ અંગેં સ્થાનિકોએ જણાવ્યું કે, શાકમાર્કેટને તૈયાર થયે 6થી 8 મહિના વીતી ગયા છતાં સાંજના સમયે રોડ પર બજાર ભરાય છે, જેથીભારે ટ્રાફિકજામ થાય છે. આ અંગે એસ્ટેટ વિભાગમાં પણ રજૂઆત કરાઈ છે, પરંતુ ઉદ્ઘાટનમાં શું સમસ્યા છે તે કોઈ જણાવતું નથી. એટલું જ નહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓને માટે આ સમસ્યા સામાન્ય લાગી રહી છે. આ તરફ AMCના અધિકારીઓએ જણાવ્યું કે, આ માટેના સ્ટોલની ફાળવણી ટૂંક સમયમાં હાથ ધરાશે. આ શાકમાર્કેટ શક્ય હોય તેટલું જલદી શરૂ થાય તેવી સ્થાનિકોની માગણી છે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0