Ahmedabad: નવરાત્રીમાં અસામાજિક તત્વોની ખેર નથી!, પોલીસનો એક્શન પ્લાન તૈયાર
નવરાત્રીમાં યુવતીઓની છેડતી કરનારા અસામાજિક તત્વોની હવે ખેર નથી. નવરાત્રીમાં મહિલા સુરક્ષા પર અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નવરાત્રીમાં છેડતી કરનારા અસામાજિક તત્વોની હવે ખેર નથી. ગરબા સ્થળે પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં રાખશે ચાંપતી નજર શહેરમાં આયોજિત શેરી ગરબાની વિગત એકઠી કરવાનું મહિલા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ‘સી’ ટિમ તૈનાત કરવામાં આવશે. પાર્ટી પ્લોટ શેરી ગરબામાં સીસીટીવી ફરજીયાત રાખવામાં આવશે. સીસીટીવી દ્વારા નવરાત્રીમાં પોલીસ ચાંપતી નજર રાખશે. રોડ તરફ કેમેરા ન હોય ત્યાં કેમેરા લગાવવા સૂચના આપવામાં આવી છે. ટ્રેડિશનલ ડ્રેસમાં ફરતા અસામાજિક તત્વો યુવતીઓને હેરાન કરતા જોવા મળતા હોય છે. જે તત્વોને હવે પોલીસ પાઠ ભણાવશે. ‘સી’ ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતા જોવા મળશે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના એસીપી હિમાલા જોશી દ્વારા આ મુદ્દે જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં નવરાત્રી તહેવારની ઉજવણી દરમ્યાન અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ, પશ્ચિમ, IUCAW તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી કઈ જગ્યાએ ગરબાનું આયોજન થવાનું છે તેની માહિતી એકત્રીત કરશે. ગરબા સ્થળની આજુબાજુમાં સીસીટીવી લાગેલા છે કે કેમ તે ચેક કરવામાં આવશે. ચાર રસ્તા તેમજ જ્યાં અંધારુ વધારે હોય તેવા રસ્તાઓ પર પોલીસની ખાસ નજર રહેશે. તેમજ પોલીસની ‘સી’ ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં લોકો સાથે ગરબા રમશે. એસીપીએ વધુમાં જણાવ્યું કે, કોઈ વ્યક્તિ કોઈનો પીછો કરતો હશે અથવા મોબાઈલમાં મેસેજ કે ફોન કરતો હશે તો યુવતીએ મહિલા પોલીસને ખાસ જાણ કરવી જોઈએ જેથી પોલીસ આ બાબતે યોગ્ય પગલા ભરી શકે. આ બાબતે અમે જાગૃતી ફેલાવી રહ્યા છે કોઈ યુવતીને કોઈ હેરાન કરતું હોય તો યુવતીએ તાત્કાલિક જાણ કરવી જોઈએ. તેમજ નવરાત્રી દરમ્યાન 181 પર કેટલા ફોન આવ્યા તેનું પણ મોનિટરીંગ કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રીમાં યુવતીઓની છેડતી કરનારા અસામાજિક તત્વોની હવે ખેર નથી. નવરાત્રીમાં મહિલા સુરક્ષા પર અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નવરાત્રીમાં છેડતી કરનારા અસામાજિક તત્વોની હવે ખેર નથી.
ગરબા સ્થળે પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં રાખશે ચાંપતી નજર
શહેરમાં આયોજિત શેરી ગરબાની વિગત એકઠી કરવાનું મહિલા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ‘સી’ ટિમ તૈનાત કરવામાં આવશે. પાર્ટી પ્લોટ શેરી ગરબામાં સીસીટીવી ફરજીયાત રાખવામાં આવશે. સીસીટીવી દ્વારા નવરાત્રીમાં પોલીસ ચાંપતી નજર રાખશે. રોડ તરફ કેમેરા ન હોય ત્યાં કેમેરા લગાવવા સૂચના આપવામાં આવી છે. ટ્રેડિશનલ ડ્રેસમાં ફરતા અસામાજિક તત્વો યુવતીઓને હેરાન કરતા જોવા મળતા હોય છે. જે તત્વોને હવે પોલીસ પાઠ ભણાવશે.
‘સી’ ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતા જોવા મળશે
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના એસીપી હિમાલા જોશી દ્વારા આ મુદ્દે જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં નવરાત્રી તહેવારની ઉજવણી દરમ્યાન અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ, પશ્ચિમ, IUCAW તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી કઈ જગ્યાએ ગરબાનું આયોજન થવાનું છે તેની માહિતી એકત્રીત કરશે. ગરબા સ્થળની આજુબાજુમાં સીસીટીવી લાગેલા છે કે કેમ તે ચેક કરવામાં આવશે. ચાર રસ્તા તેમજ જ્યાં અંધારુ વધારે હોય તેવા રસ્તાઓ પર પોલીસની ખાસ નજર રહેશે. તેમજ પોલીસની ‘સી’ ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં લોકો સાથે ગરબા રમશે.
એસીપીએ વધુમાં જણાવ્યું કે, કોઈ વ્યક્તિ કોઈનો પીછો કરતો હશે અથવા મોબાઈલમાં મેસેજ કે ફોન કરતો હશે તો યુવતીએ મહિલા પોલીસને ખાસ જાણ કરવી જોઈએ જેથી પોલીસ આ બાબતે યોગ્ય પગલા ભરી શકે. આ બાબતે અમે જાગૃતી ફેલાવી રહ્યા છે કોઈ યુવતીને કોઈ હેરાન કરતું હોય તો યુવતીએ તાત્કાલિક જાણ કરવી જોઈએ. તેમજ નવરાત્રી દરમ્યાન 181 પર કેટલા ફોન આવ્યા તેનું પણ મોનિટરીંગ કરવામાં આવશે.