Ahmedabad: નરોડામાં MSME લોન અપાવવાના બહાને 58 લાખની છેતરપિંડી, ઠગ ટોળકી સામે ફરિયાદ

Oct 12, 2025 - 18:30
Ahmedabad: નરોડામાં MSME લોન અપાવવાના બહાને 58 લાખની છેતરપિંડી, ઠગ ટોળકી સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ઠગ ટોળકીએ અનેક વેપારીઓને MSME (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) લોન અપાવવાના બહાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ છેતરપિંડીના મામલે વેપારીઓએ નરોડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

MSME લોન અપાવવાના બહાને છેતરપિંડી 

પ્રાથમિક વિગતો મુજબ, રાહુલ પ્રિયદર્શી અને તેના સાગરીતોએ આ છેતરપિંડીનું આચરણ કર્યું હતું. આ ટોળકીએ વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે દાવો કર્યો હતો કે તેમના મોટા નેતાઓ સાથે ઘનિષ્ઠ ઓળખાણ છે, જેના કારણે તેઓ સરળતાથી MSME લોન મંજૂર કરાવી શકે છે. એટલું જ નહીં, આરોપીઓએ વેપારીઓને લલચાવવા માટે મોટા નેતાઓ સાથેના પોતાના ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા હતા. લોનની લાલચ ઉપરાંત, આ ઠગ ટોળકીએ વેપારીઓને તેમની કંપનીઓ માટે મોટી સરકારી કે ખાનગી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ પણ આપી હતી.

નરોડામાં ઠગ ટોળકીએ લગાવ્યો ચૂનો

આ પ્રકારે વિશ્વાસ કેળવીને, ઠગ ટોળકીએ અલગ-અલગ વેપારીઓ પાસેથી કુલ 58 લાખ રૂપિયાની મોટી રકમ પડાવી લીધી હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં લોન કે કોન્ટ્રાક્ટ ન મળતા, વેપારીઓને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. સમગ્ર મામલે ભોગ બનેલા વેપારીઓએ નરોડા પોલીસ સ્ટેશનમાં રાહુલ પ્રિયદર્શી અને તેના સાગરીતો વિરુદ્ધ છેતરપિંડીની અરજી આપી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0