Ahmedabad: નકલી જજના હુકમો સામે અસલી કોર્ટે નોંધ્યા 9 કેસ, જાણો કેમ

અમદાવાદ શહેરમાંથી ઝડપાયેલા નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. આરોપી સામે હાઇકોર્ટની અવમાનના, નકલી જજ બનીને અજ્ઞાની લોકો પાસેથી નાણાં પડાવવા, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં નકલી વકીલ બનીને કામ કરવું વગેરે જેવા ગંભીર આરોપો લાગ્યા છે. તેવામાં નકલી જજના હુકમો સામે અસલી કોર્ટે 9 કેસ નોંધ્યા છે.અમદાવાદ શહેરમાંથી ઝડપાયેલા નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે 9 કેસ મુદ્દે કોર્ટ હુકમ કરશે. રિમાન્ડ અરજી મુદ્દે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી થશે. 6 સરકારી જમીનમાં મનસ્વી રીતે હુકમ કર્યા હતા. AMCની 4 જમીનમાં મનસ્વી રીતે હુકમ કર્યા હતા. આ સાથે  નારોલ-શાહવાડીમાં જમીન મુદ્દે ખોટા ઓર્ડર કર્યા છે. નકલી જજની તપાસમાં થઈ શકે છે વધુ મોટા ખુલાસા...કોર્ટે નકલી જજના મેડિકલ ટેસ્ટની મંજૂરી આપી છે. તો 2015માં તેની સામે નોંધાયેલા એક કેસમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન 20 વર્ષથી નકલી જજ બનીને અજ્ઞાની લોકોને છેતરી તેમની પાસેથી નાણા પડાવતો હતો.નકલી કોર્ટ અને નકલી જજને લઇ મોટો ખુલાસો અમદાવાદમાંથી ઝડપાયેલી નકલી કોર્ટ અને નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને લઈને વધુ એક ખુલાસો થયો છે. ગુજરાત હાઈકોર્ટે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કંટેમ્પ ઓફ કોર્ટની નોટીસ આપી હતી. વર્ષ 2006-07ના એક વિવાદમાં નકલી જેજે નકલી હુકમ કર્યો હતો. જેમાં ફાઇનલ અવોર્ડિંગ એટલે કે આખરી હુકમનાં નામે કરેલા ઓર્ડરમાં 11 કરોડ 25 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કરાયો હતો. આરોપીએ આર્બિટ્રેશનનાં નામે 15 લાખ રૂપિયા જમા કરાવવા પણ આદેશ કર્યો હતો. જોકે સમગ્ર મામલે જીએમડીસી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને આર્બિટ્રેટર તરીકે જાહેર કરી શકે નહીં તે પ્રકારે હાઇકોર્ટે હુકમ કર્યો હતો. સમગ્ર મામલે 03 સપ્ટેમ્બર 2015નાં દિવસે મોરિસને હાઈકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા ફરમાન કરાયું. પરંતુ મોરિસ ક્રિશ્ચિયને કોર્ટના હુકમ બાદ પણ કોર્ટમાં ગેરહાજર રહીને હુકમ કરવાનું ચાલુ રાખ્યું હતુ. હાઈકોર્ટે સમગ્ર ઘટનાને ગંભીર જણાવી આખરી હુકમને રદ કર્યો હતો. આ સાથે જ કોર્ટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને ચેતવણી આપી. પરંતુ મરિસે લોકોને છેતરવાનું યથાવત રાખ્યું હતું. 2007માં ડુપ્લીકેટ વિઝા કરવાના ગુનામાં મુંબઈથી ઝડપાયો આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અગાઉ વર્ષ 2007માં ડુપ્લીકેટ વિઝા કરવાના ગુનામાં મુંબઈથી ઝડપાયો હતો. આ સમગ્ર કેસમાં 9 જેટલા અલગ અલગ નામોના ભારતીય પાસપોર્ટ તપાસના કામે લેવામાં કબજે આવ્યા હતા. આરોપી ગુજરાત બાર કાઉન્સિલનું સભ્યપદ ધરાવતું ન હોવા છતાં વકીલ તરીકેની પ્રેક્ટિસ કરતો હતો. આરોપીએ વર્ષ 2007માં પોલીસ તપાસ દરમિયાન ઇન્ટરનેશનલ બાર કાઉન્સિલનું સભ્યપદ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2007માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પણ આરોપી નકલી વકીલ બન્યો રાજ્યના ચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પણ આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નકલી વકીલ બન્યો હતો. વર્ષ 2009માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એક આરોપી વતી કોર્ટમાં વકીલ તરીકે હાજર થયો હતો. વર્ષ 2009માં મોરીસ ક્રિશ્ચિયન વકીલ બનીને આરોપીના જામીન મેળવ્યા હતા. સમગ્ર કેસમાં એક ફરિયાદી દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી. લેખિતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે અભિપ્રાયમાં જણાવ્યું કે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કોઈપણ જાતની સનદ ધરાવતો નથી. એડવોકેટ એક્ટ 1961માં સનદ વગર ગેરકાયદેસર વકીલાત કરનાર સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ફરિયાદ નોંધાવી હતી. 20 વર્ષથી નકલી જજ બની અજ્ઞાની-ભોળા લોકોને છેતર્યાં વર્ષ 2015માં આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને ગાંધીનગર ના તત્કાલીન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજનો ખોટો પરિપત્ર બનાવ્યો હતો. પરિપત્રમાં પોતાને આર્બીટ્રેશન કાઉન્સિલર બતાવ્યો હતો. આ ઉપરાંત આર્બીટ્રેશન કાઉન્સિલર તરીકે રૂપિયા એક લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી, જેમાં પુષ્પાબેન પટેલ વતી હિતેશ પટેલે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી સામે IPCની કલમ 420, 419, 197 અને એડવોકેટ એક્ટની કલમ 45 અન્વયે નોંધાયો હતો ગુનો. પોતાની ફરિયાદમાં ફરિયાદીએ ઉલ્લેખ કર્યો હતો કે કે આરોપી છેલ્લા 20વર્ષ થી નકલી જજ બની કોર્ટ કાર્યવાહી ચલાવતો હતો અને અજ્ઞાની, ભોળા અને અભણ લોકોને છેતરતો હતો. 

Ahmedabad: નકલી જજના હુકમો સામે અસલી કોર્ટે નોંધ્યા 9 કેસ, જાણો કેમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાંથી ઝડપાયેલા નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. આરોપી સામે હાઇકોર્ટની અવમાનના, નકલી જજ બનીને અજ્ઞાની લોકો પાસેથી નાણાં પડાવવા, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં નકલી વકીલ બનીને કામ કરવું વગેરે જેવા ગંભીર આરોપો લાગ્યા છે. તેવામાં નકલી જજના હુકમો સામે અસલી કોર્ટે 9 કેસ નોંધ્યા છે.

અમદાવાદ શહેરમાંથી ઝડપાયેલા નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે 9 કેસ મુદ્દે કોર્ટ હુકમ કરશે. રિમાન્ડ અરજી મુદ્દે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી થશે. 6 સરકારી જમીનમાં મનસ્વી રીતે હુકમ કર્યા હતા. AMCની 4 જમીનમાં મનસ્વી રીતે હુકમ કર્યા હતા. આ સાથે  નારોલ-શાહવાડીમાં જમીન મુદ્દે ખોટા ઓર્ડર કર્યા છે. નકલી જજની તપાસમાં થઈ શકે છે વધુ મોટા ખુલાસા...કોર્ટે નકલી જજના મેડિકલ ટેસ્ટની મંજૂરી આપી છે. તો 2015માં તેની સામે નોંધાયેલા એક કેસમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન 20 વર્ષથી નકલી જજ બનીને અજ્ઞાની લોકોને છેતરી તેમની પાસેથી નાણા પડાવતો હતો.

નકલી કોર્ટ અને નકલી જજને લઇ મોટો ખુલાસો

અમદાવાદમાંથી ઝડપાયેલી નકલી કોર્ટ અને નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને લઈને વધુ એક ખુલાસો થયો છે. ગુજરાત હાઈકોર્ટે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કંટેમ્પ ઓફ કોર્ટની નોટીસ આપી હતી. વર્ષ 2006-07ના એક વિવાદમાં નકલી જેજે નકલી હુકમ કર્યો હતો. જેમાં ફાઇનલ અવોર્ડિંગ એટલે કે આખરી હુકમનાં નામે કરેલા ઓર્ડરમાં 11 કરોડ 25 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કરાયો હતો. આરોપીએ આર્બિટ્રેશનનાં નામે 15 લાખ રૂપિયા જમા કરાવવા પણ આદેશ કર્યો હતો. જોકે સમગ્ર મામલે જીએમડીસી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને આર્બિટ્રેટર તરીકે જાહેર કરી શકે નહીં તે પ્રકારે હાઇકોર્ટે હુકમ કર્યો હતો. સમગ્ર મામલે 03 સપ્ટેમ્બર 2015નાં દિવસે મોરિસને હાઈકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા ફરમાન કરાયું. પરંતુ મોરિસ ક્રિશ્ચિયને કોર્ટના હુકમ બાદ પણ કોર્ટમાં ગેરહાજર રહીને હુકમ કરવાનું ચાલુ રાખ્યું હતુ. હાઈકોર્ટે સમગ્ર ઘટનાને ગંભીર જણાવી આખરી હુકમને રદ કર્યો હતો. આ સાથે જ કોર્ટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને ચેતવણી આપી. પરંતુ મરિસે લોકોને છેતરવાનું યથાવત રાખ્યું હતું.

2007માં ડુપ્લીકેટ વિઝા કરવાના ગુનામાં મુંબઈથી ઝડપાયો

આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અગાઉ વર્ષ 2007માં ડુપ્લીકેટ વિઝા કરવાના ગુનામાં મુંબઈથી ઝડપાયો હતો. આ સમગ્ર કેસમાં 9 જેટલા અલગ અલગ નામોના ભારતીય પાસપોર્ટ તપાસના કામે લેવામાં કબજે આવ્યા હતા. આરોપી ગુજરાત બાર કાઉન્સિલનું સભ્યપદ ધરાવતું ન હોવા છતાં વકીલ તરીકેની પ્રેક્ટિસ કરતો હતો. આરોપીએ વર્ષ 2007માં પોલીસ તપાસ દરમિયાન ઇન્ટરનેશનલ બાર કાઉન્સિલનું સભ્યપદ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2007માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પણ આરોપી નકલી વકીલ બન્યો

રાજ્યના ચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પણ આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નકલી વકીલ બન્યો હતો. વર્ષ 2009માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એક આરોપી વતી કોર્ટમાં વકીલ તરીકે હાજર થયો હતો. વર્ષ 2009માં મોરીસ ક્રિશ્ચિયન વકીલ બનીને આરોપીના જામીન મેળવ્યા હતા. સમગ્ર કેસમાં એક ફરિયાદી દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી. લેખિતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે અભિપ્રાયમાં જણાવ્યું કે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કોઈપણ જાતની સનદ ધરાવતો નથી. એડવોકેટ એક્ટ 1961માં સનદ વગર ગેરકાયદેસર વકીલાત કરનાર સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ફરિયાદ નોંધાવી હતી.

20 વર્ષથી નકલી જજ બની અજ્ઞાની-ભોળા લોકોને છેતર્યાં

વર્ષ 2015માં આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને ગાંધીનગર ના તત્કાલીન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજનો ખોટો પરિપત્ર બનાવ્યો હતો. પરિપત્રમાં પોતાને આર્બીટ્રેશન કાઉન્સિલર બતાવ્યો હતો. આ ઉપરાંત આર્બીટ્રેશન કાઉન્સિલર તરીકે રૂપિયા એક લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી, જેમાં પુષ્પાબેન પટેલ વતી હિતેશ પટેલે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી સામે IPCની કલમ 420, 419, 197 અને એડવોકેટ એક્ટની કલમ 45 અન્વયે નોંધાયો હતો ગુનો. પોતાની ફરિયાદમાં ફરિયાદીએ ઉલ્લેખ કર્યો હતો કે કે આરોપી છેલ્લા 20વર્ષ થી નકલી જજ બની કોર્ટ કાર્યવાહી ચલાવતો હતો અને અજ્ઞાની, ભોળા અને અભણ લોકોને છેતરતો હતો.