Ahmedabad: ધોળકા શહેર પવન સાથે ધોધમાર વરસાદ, લોકોને થઈ ગરમીમાંથી રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમા થોડા દિવસોથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે જનજીવન અસરગ્રસ્ત થયુ છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેમજ અસહ્ય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો અમદાવાદના ધોળકા શહેર અને ગ્રામ્યમાં પવન સાથે વરસાદ પડી ગયો હતો.
ધોળકામાં વાતાવરણમાં પલટો
અમદાવાદના ધોળકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટું પડી ગયું હતું.જેના લીધે વાતાવરણમા ઠંડક ફેલાઈ ગઈ હતી. તો ધોળકા પંથકમાં 3 દિવસ બાદ ફરીથી સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડી ગયું હતુ. તેના લીધે લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા હતા. જેમાં લોકોએ ઠંડકનો અનુભવ કરીને રાહત અનુભવી હતી.તો શહેરની બજારોમાં પણ પાણી ફરી વળ્યા હતા.ક્યાંક પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા
ધોળકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વટામણ, ગાણોલ, ગાણેસર, સીમેજ. આંબારેલી , નેસડા સહિતના ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી ગયા હતા. વરસાદી માહોલના લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.ઉંડાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. તો વરસાદને પગલે ખેડૂતોમાં ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક વૃક્ષોની ડાળીઓ પણ ધરાશાયી થવાની ધટના બની હતી.
What's Your Reaction?






