Ahmedabad: દાણીલીમડામાં 'ગાળો કેમ બોલે છે' કહેતા શખ્સે સગીરને છરીના ઘા માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાણીલીમડા પિતાની અંગત અદાવતનું પરિણામ સગીર પુત્રને ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને શખ્સે યુવકને ગાળો ભાંડતા પુત્ર વચ્ચે પડયો અને ગાળો બોલવાની ના પાડતા શખ્સે સગીરને છરીના ઘા માર્યા હતા. આ અંગે સગીરના પિતાએ શખ્સ સામે દાણીલીમડામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
દાણીલીમડામાં બેરલ માર્કેટ નજીક રહેતા આમિરખાન પઠાણ રીક્ષા ચલાવે છે. તેમને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે શનિવારે રાત્રે બે બાળકોને લઈને નરોડા પિતાજીને મળવા માટે જતા હતા. અને દાણીલીમડા ગોસિયા મસ્જીદ પાસે પહોંચ્યા ત્યારે ચાની કીટલી પર ઉભેલા નઈમ નુરહસન પઠાણે અચાનક જ રીક્ષા ચાલક આમીરખાને જોતા જ જૂની અદાવત રાખીને ગાળો બોલવાનુ શરૂ કરી દીધુ હતું. તેથી આમીરભાઈએ રીક્ષા ઉભી રાખતા તેમનો સગીર પુત્ર રીક્ષામાંથી નીચે ઉતરીને નઈમખાનને ગાળો કેમ બોલે છે તેવું પૂછતા જ નઈમે છરી કાઢીને સગીરને પેટના ભાગે મારી દેતા લોહિલુહાણ થયો હતો. આ અંગે આમિરખાને શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
What's Your Reaction?






