Ahmedabad: ઠંડું પીણું'ફ્રી'માં ન આપતા ત્રણ શખ્સે કારીગરોને ફટકાર્યા,છરીથી હુમલો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શાહઆલમમાં ફસ્ટ ફૂ.ડની દુકાનમાં ફ્રીમાં ઠંડું પીણું આપવાની ના પાડતા ત્રણ શખ્સોએ બે કારીગરોને માર માર્યો હતો.
તેમજ છરી વડે હુમલો કરીને લોહીલુહાણ કર્યા હતા. જેમાં જમવાના ઓર્ડર પર એક ઠંડુ પીણુ ફ્રીમાં આપવાની સ્કીમ હતી તે કારીગરે આપ્યુ હતુ. પરંતુ બીજી વખત શખ્સે માંગતા કારીગરે એકસ્ટ્રા રૂપિયા થશે કહેતા મામલો બિચક્યો હતો. આ અંગે કારીગરે ત્રણેય શખ્સો સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
શાહઆલમમાં રહેતા સાબીરઆલમ શેખ ખાણીપીણીની દુકાનમાં નોકરી કરે છે. ગત 12 ઓક્ટોમ્બરે તે દુકાન પર હતો ત્યારે રાત્રીના સમયે ગુલામ, તોસીફ્ અને અદનાન આવ્યા હતા. બાદમાં ત્રણેય જમવાનો ઓર્ડર આપ્યો હતો. ત્યારે દુકાનમાં જમવા સાથે એક ઠંડુંપીણું ફ્રીની સ્કીમ હોવાથી સાબીરઆલમે ઠંડુપીણુ ફ્રી આપ્યુ હતુ. બાદમાં ગુલામે બીજુ માંગતા યુવકે તેના રૂપિયા થશે કહેતા શખ્સે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. જેથી દુકાનમાં કામ કરતો અખલાખ ત્યાં આવ્યો હતો તે સમયે ગુલામે તેને માર મારવા લાગ્યો હતો. બાદમાં ત્રણેય શખ્સોએ અખલાખને ઢોર માર માર્યો હતો. તેમજ સાબીરઆલમને છરીના ઘા માર્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ત્રણેય શખ્સો નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત સાબીરઆલમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
What's Your Reaction?






