Ahmedabad : જ્ઞાન સહાયકની ભરતીમાં ડિગ્રીનું કૌભાંડ, રાજ્ય શાળા સંચાલક મંડળની કડક તપાસની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં શિક્ષણ હવે કારોબાર બનવા લાગ્યું છે. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા જ્ઞાન સહાયકની ભરતીમાં ડિગ્રી કૌભાંડ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. આ ડિગ્રી કૌભાંડની યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભરતીમાં 30 ટકા ડિગ્રી અન્ય રાજ્યની છે. ‘કેટલાય જ્ઞાન સહાયકો પાસે મિઝોરમ, નાગાલેન્ડની ડિગ્રી છે’સરકાર ડિગ્રી મુદ્દે યોગ્ય તપાસ કરે તેવી અમારી માગ છે.
જ્ઞાન સહાયકોને લઈને શાળામાંથી ઉઠી ફરીયાદ
અમારી પાસે ઘણી બધી શાળામાંથી ફરિયાદ આવી છે કે જ્ઞાન સહાયકોને કઈ આવડતું નથી તેવું શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું. વધુમાં કહ્યું કે હાલમાં જ્ઞાન સહાયકોની ભરતી થઈ તેમાં મોટો ગોટાળો થયો છે. જ્ઞાન સહાયકોની ભરતીમાં 30 ટકા ડિગ્રી અન્ય રાજ્યની છે. ગુજરાતના વિદ્યાર્થીએ અંહી કોલેજોનો અભ્યાસ કર્યો હોય તો છતાં કેમ મિઝોરમ કે નાગાલેન્ડ ની ડિગ્રી લાવે. બી. એડ.નો કોર્સ કરવા કોઈ મિઝોરમ કે નાગાલેન્ડ કેમ જાય તે બાબત વધુ આશ્ચર્યજનક છે. શું આ લોકોએ ત્યાંની ભાષામાં અભ્યાસ કર્યો છે. ગુજરાતના બાળકોને અભ્યાસ કરાવા માટે બહારની ભાષાની જરૂર નથી.
બાળકોને કેવી રીતે ભણાવશે
આવા જ્ઞાન સહાયકોને કંઇ આવડતું નથી. તો તેઓ બાળકોને કેવી રીતે ભણાવી શકશે. જ્ઞાન સહાયકો જ અશિક્ષિત હશે તો બાળકોને કેવી રીતે શિક્ષણ આપી શકશે. અનેક શાળાઓ ફરિયાદ કરી છે કે જ્ઞાન સહાયકો જે વિષય બાળકોને ભણાવે છે તેમાં તેમને પોતાને જ કંઈ ખબર હોતી નથી. શિક્ષકનો અર્થ છે જે-તે વિષયના શિક્ષક તે વિષયથી સંપૂર્ણ માહિતગાર હોય. અને ત્યારે જ તેઓ બાળકોને સારું શિક્ષણ આપી શકશે. એટલે રાજ્ય શાળા સંચાલક મંડળ પણ માગ કરે છે કે સરકાર જ્ઞાન સહાયક ભરતીને લઈને ગંભીર વિચાર કરે. આવા અધૂરા અને અજ્ઞાની શિક્ષકો ફક્ત બાળકો માટે જ નહીં સમાજ માટે પણ જોખમી બની શકે છે.
What's Your Reaction?






