Ahmedabad: જીપની ટક્કરથી ઇકો કાર પલટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ

Apr 27, 2026 - 09:30
Ahmedabad: જીપની ટક્કરથી ઇકો કાર પલટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના પોશ વિસ્તાર ગણાતા કલગી ચાર રસ્તા પાસે ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે ધસી આવેલી એક જીપ કારે માર્ગ પર જતી ઇકો ગાડીને જોરદાર ટક્કર મારતા ઇકો કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે જીપ ચાલક યુવાનો નશાની હાલતમાં હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

જીપની ટક્કરથી ઇકો કાર પલટી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જીપ કાર અત્યંત પૂર ઝડપે આવી રહી હતી. કલગી ચાર રસ્તા પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપ સીધી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ઇકો ગાડી રસ્તા પર જ પલટી મારી ગઈ હતી અને જીપ કાર પણ રોડ પર ઊંધી વળી ગઈ હતી.

બે લોકો લોહીલુહાણ, નશામાં હોવાનો આક્ષેપ

આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર એક મહિલા અને એક પુરુષને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ આક્ષેપ કર્યો છે કે જીપ કારમાં સવાર યુવાનો નશાની હાલતમાં હતા અને નશાના કેફમાં જ તેમણે બેફામ ગાડી ચલાવીને આ અકસ્માત સર્જ્યો હતો.

આ પણ વાંચો: Jamnagar: પેટ્રોલ પંપ પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત, પિતા-પુત્રીની હાલત ગંભીર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0