Ahmedabad: ગ્યાસપુરમાં કચરાના ડુંગરમાં ભભૂકી ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરની ગ્યાસપુર સેનેટરી લેન્ડફિલ સાઇટ પર આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કચરાના વિશાળ ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
10થી વધુ ફાયર ફાઈટરોની જહેમત
ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ છે. ગ્યાસપુર ડમ્પિંગ સાઇટ પર ચોતરફ ફેલાયેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે.
દૂર-દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
આગ એટલી પ્રચંડ છે કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી આકાશમાં જોઈ શકાય છે. આ ધુમાડાને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો ઉઠી રહી છે.
આ પણ વાંચો---- Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

