Ahmedabad: ગોમતપુરીમાં વાંદરાઓનો આતંક, 12થી વધુ લોકોને બચકાં ભર્યાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોમતીપુર વોર્ડમાં છેલ્લા બે દિવસથી નૂર ભાઈ ધોબીની ચાલી રોયલ સ્ટેટ અમ્રપાલી સિનેમાની આસપાસ આશરે વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે.
વાંદરાઓએ 12થી વધુ લોકોને બચકાં ભર્યા હતાં. ફોરેસ્ટ હેલ્પલાઇનમાં જાણ કરવા છતાં કોઇ નહીં ફરકતાં લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. વાંદરાઓ ઝુંડમાં આવતા હોવાથી લોકો ગભરાઇ ગયા છે.
સ્થાનિકોએ કહ્યું કે, વાંદરાઓનો આંતકનો ભોગ બનનાર અખ્તર કુરેશી (55 વર્ષ)ને પગમાં અને થાપાના ભાગે, અલ અમીના ખાન ઓમર (25 વર્ષ)ને પગ અને પેટ અને હાથના ભાગે, સમી ઉલ્લા શેખ (70 વર્ષ)ને બંને પગમાં કરડયા છે. દીપકભાઈ પાંડે (42 વર્ષ)ને હાથમાં અને માથાના ભાગ સહિત અન્ય આશરે 12 થી 13 વ્યક્તિઓને કરડતાં નાની-મોટી ઇજા થઇ છે. કોઈ મોટી હોનાર ન થાય એની તકેદારી લેવા રજૂઆત મળતાં સ્થાનિક વિપક્ષના કોર્પોરેટરે ફેરેસ્ટ હેલ્પલાઇનમાં ફરીયાદ કરી હતી.
પરંતુ ત્રણ દિવસ વિતી ગયા હોવા છતાં મંગળવાર સાંજના પાંચ વાગ્યા સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેથી કોઈ રિસ્પોન્સ નહીં આવતા વિપક્ષના કોર્પોરેટર દ્વારા ફ્રીથી ફેરેસ્ટ હેલ્પલાઇનમાં ફરીયાદ કરી સિનિયર ઓફ્સિરો જેવા કે ડીસીએફ્ અને આરએફ્ઓનો સંપર્ક કરાયો હતો. પરંતુ વિભાગ દ્વારા કોઈ જ મદદ ન મળતા આખરે સરકારમાં બુધવારે રજૂઆત કરવા માટે તજવીજ કરવાનો નિર્ણય કરાયો છે. કારણકે સરકાર દ્વારા ફેરેસ્ટ હેલ્પલાઇન સંસ્થાને કરોડો રૂપિયાનું બજેટ ફળવવામાં આવે છે, છતાં શહેરની અંદર સાપ, વાંદરા કે અન્ય જીવલેણ પ્રાણીનો પ્રજા ઉપર જીવલેણ હુમલો થાય ત્યારે પ્રજાના હિતમાં તાત્કાલિક કાર્ય કરવા માટેની જવાબદારી નિભાવવામાં આવતી નથી. જે દુખદ બાબત છે.
વિપક્ષ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છેકે, આ સંસ્થાની કામગીરીમાં ઘણા સમયથી આવી ઇમર્જન્સી વખતે ખૂબ બેદરકારી જોવા મળતી હોય છે. જ્યારે પણ શહેરમાં કોઈ જાન લેવા પ્રાણી દ્વારા જોખમ ઊભું થાય છે, ત્યારે ગ્રાન્ટ લેતી સંસ્થાઓ એકબીજાને ખો આપી કામગીરી કરવામાંથી ભાગી જાય છે અને આ બાબતે આ સંસ્થાની વિરુદ્ધમાં ઘણી જ વખત ફરીયાદો થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી. જે ગંભીર બાબત છે. આ બધા મુદ્દા સાથે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા ફેરેસ્ટ વિભાગના મંત્રીને લેખિતમાં રજૂઆત કરવાનો પણ નિર્ણય કર્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

