Vadodara:બાઈક ઉપર ભાગેલા લૂંટારા પાછા આવ્યાને વૃદ્ધાનો અછોડો લૂંટીને ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના દંતેશ્વર વિસ્તારમાં ગઈકાલે સોમવારે વહેલી સવારે 5-30 વાગે બુકાનીધારી લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. નેહલ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનનું તાળુ તોડતી વખતે જાગી ગયેલાં પાડોશી વૃધ્ધાએ ત્રણ લૂંટારુઓને પડકાર્યા હતા. ત્યારે બુકાનીધારી લૂંટારા બાઈક પર ભાગી ગયા હતા. થોડીક ક્ષણ પછી પાછા આવેલા શખસો ઘરના દરવાજા પાસે ઉભેલા વૃધ્ધાના ગળામાંથી રૂ.1.20 લાખની કિંમતનો સોનાનો અછોડો લૂંટીને નાસી છુટયા હતા.
મકરપુરા પી.આઈ. એ.એમ. ગોહિલે જણાવ્યુ હતુ કે, નેહલ પાર્ક ફરતેના વિસ્તારના સીસીટીવી ફુટેજ પોલીસ ચેક કરી રહી છે. વિવિધ ટીમો કામ કરી રહી છે ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ જારી છે. દંતેશ્વર, શ્યામ સોસાયટી સામે આવેલી નેહલ પાર્ક સોસાયટીમાં રહેતાં ગજરાબેન ગણપતસિંહ સોલંકી (ઉ.વ.72) એકલવાયુ જીવન ગુજારે છે. ઘટના સોમવારે તા. 27મીએ વહેલી સવારે 5-30 વાગે બની હતી. તેમના ઘર પાસે એક બાઈકનો અવાજ આવતો હતો. ગજરાબેન જાગી ગયા હતા અને દરવાજો ખોલીને જોયું તો ત્રણ અજાણ્યા શખસો સામેના બંધ મકાનનું તાળુ તોડી રહ્યા હતા. વૃધ્ધાએ અજાણ્યા શખસોને પડકાર્યા હતા. તમે કોણ છો ? શું કરો છો ? તેવુ પૂછયુ હતુ. અજાણ્યા શખસો બાઈક પર ભાગ્યા હતા. થોડીક ક્ષણ પછી ત્રણે પાછા આવ્યા હતા અને ઘરના મુખ્ય દરવાજે ઉભેલા ગજરાબેનના ગળામાંથી રૂ. 1.20 લાખની કિંમતનો સોનાનો અછોડો લૂંટીને નાસી છુટયા હતા. ભોગ બનનારે શોર મચાવતાં સ્થાનીકો ઉમટી પડયા હતા. આ દરમિયાન મકરપુરા પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. પી.આઈ. એ.એમ. ગોહિલે જણાવ્યુ હતુ કે, પોલીસની વિવિધ ટીમ અનેક વિધ પાસાઓ ઉપર તપાસ ચલાવી રહી છે.
વૃદ્ધાએ હિંમતભેર પડકારીને પૂછયું કોણ છો ?
ભોગ બનનાર વૃધ્ધાએ જણાવ્યુ હતુ કે, દરવાજો ખોલ્યો ત્યારે તેમના ઘરની સામેના બંધ મકાનનું તાળુ તોડી રહેલાં શખસોને હિમંતભેર પડકાર્યા હતા. પૂછયુ હતુ કે, તમે અહિં શું કરો છો ? તમારે કોનુ કામ છે ? આડોશી પાડોશીઓ જાગી જશે તેવી બીકથી ત્રણ શખસો બાઈક ઉપર નાસી છુટયા હતા. જેઓ પાછા આવ્યા હતા અને સોનાની ચેઈન આંચકી લીધી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

