Ahmedabad: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં તાપમાન 43 ડિગ્રીને પાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, રાજ્યમાં પશ્ચિમી પવનો ગરમ ફૂંકાતા આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
પશ્ચિમી પવનોની અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનોને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગરમીની અસર વધુ વર્તાઈ રહી છે. અમદાવાદમાં પણ પારો 43.1 ડિગ્રીએ પહોંચતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.
સૂર્યનારાયણ આકરા પાણીએ
સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 44 ડીગ્રી તાપમાન,અમદાવાદમાં 43.1, કંડલામાં 43 ડિગ્રી,ગાંધીનગરમાં 42.8, અમરેલીમાં 42.7 ડિગ્રી,રાજકોટમાં 42.8, ડીસામાં 41.8 ડિગ્રી ભુજમાં 41.2, વડોદરામાં 41.6 ડિગ્રી,કેશોદમાં 40.6, ભાવનગરમાં 40 ડિગ્રી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન છે.
આ પણ વાંચો: Kheda News: કપડવંજમાં કાળજું કંપાવતી ઘટના, બે પુત્રીઓ સાથે પરિણીતાએ નહેરમાં ઝંપલાવ્યું, પાછળ પતિએ પણ લગાવી છલાંગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

