Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડ:આરોપી ડૉ. પ્રશાંત વઝીરાણીની પત્નીને પોલીસે સાક્ષી બનાવી

Feb 2, 2025 - 06:00
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડ:આરોપી ડૉ. પ્રશાંત વઝીરાણીની પત્નીને પોલીસે સાક્ષી બનાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરવાના અને બે વ્યકિતના મોત નિપજવાના કેસમાં પકડાયેલા પૈકી સીઈઓ રાહુલ રાજેન્દ્રકુમાર જૈનએ કરેલી જામીન અરજીની સુનાવણી પુરી થતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

તપાસનીશ અધિકારીએ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં 73 સાક્ષીઓ દર્શાવ્યા છે જેમાં ઓપરેશન કરનાર ડો.પ્રશાંત વઝીરાણીની પત્ની પ્રિતીબેન વઝીરાણીને સાક્ષી બનાવ્યા છે. આ ઉપરાંત બીએનએસએસ183 મુજબ સાત જણાના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવા માટે કરેલી અરજીમાં માત્ર પાંચ જણાના નિવેદન લેવામાં આવ્યો છેખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈનએ જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી.જેમાં ખાસ સરકારી વકીલ વિજય બારોટએ તપાસનીશ અધિકારીની એફિડેવિટ રજૂ કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીએ વર્ષ2022 થી 2024 સુધીમાં કુલ રૂ.71,78,870 મેળવ્યા હતા. લોકલ ડોકટર દ્વારા રીફર કરવામાં આવલે દર્દીઓની સારવાર મુજબનું રીફરીંગ ચુકવવાનું કામ કરતા હતા. દર મહિને ડાયરેકટરોની એક થી બે મિટિંગ્સ કરવામાં આવતી જે મિટિંગ્સ ખ્યાતિ હોસ્પિટલમાં ચેરમેનની ઓફિસમાં તથા નોર્થ ટાવર ખાતે મળતી હતી જેમાં હાજર રહેતા હતા.ડાયરેકટરોની મીટીંગની મીનીટ્સ નોટ આરોપી રાહુલ જૈન સીએ પાસે તૈયાર કરવો હતો. અને હોસ્પિટલના ડાયરેકટર્સ સાથે રહી ડોકટરોને વધુમાં વધુ એન્જિયોગ્રાફી કરવા દબાણ કરતો હતો. હોસ્પિટલના તમામ પ્રકારના નાણાંકીય વ્યવહારથી ગુનાહિત કાવતરાના હેતુથી માહિતાર અને સૂત્રધાર છે. હોસ્પિટલના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં ખોટમાં ન હોવા છતા ખોટમાં હોવાનું દર્શાવતો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0