Ahmedabad: ખોખરામાં નવી ફૂટપાથ તોડી ફરી બનાવવા સામે સવાલો ઊભા થયા

Apr 6, 2026 - 07:00
Ahmedabad: ખોખરામાં નવી ફૂટપાથ તોડી ફરી બનાવવા સામે સવાલો ઊભા થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખોખરામાં ગાયત્રી ડેરી સામેના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વિચિત્ર કામગીરી ચર્ચાનો વિષય બની છે. હજુ થોડા સમય પહેલા જ તૈયાર થયેલી નવી ફુટપાથને તોડીને ત્યાં ફરીથી પથ્થરો ઉતારી નવી ફુટપાથ બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે આ કામગીરી બરાબર એક નવા તૈયાર થયેલા કોમર્શિયલ સેન્ટરની સામે જ થઈ રહી છે, જે બિલ્ડરને ફાયદો કરાવવાની પેરવી હોવાની શંકા જન્માવે છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં ફુટપાથો જર્જરિત છે, ત્યારે સારી હાલતમાં રહેલી ફુટપાથને ફરી બનાવવી એ વિકાસ છે કે ભ્રષ્ટાચારનું માધ્યમ? પ્રજાના પરસેવાની કમાણીના નાણાંનો આ રીતે થતો વેડફટ તંત્રની નીતિ રીતિ સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0