Ahmedabad : ખેડૂતો 10મી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપતાથી વંચિત રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી(ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત છે. આમ છતાં અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં 1.71 લાખમાંથી અત્યાર સુધીમાં 1.07 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ખેડૂતો 10મી જુલાઇ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને P.M.કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે. જ્યારે આગામી 10મી જુલાઇ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર 38 ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનોનો લાભ નહીં મળી શકે. સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજિસ્ટ્રેશન જરૂરી છે.
કેન્દ્ર દ્વારા ડીજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રકચર - કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવેલ છે, જેમાં તમામ ખેડુત ખાતેદારશ્રીઓને ફાર્મર રજીસ્ટ્રી (ખેડુત નોંધણી) કરાવવી ફરજીયાત કરાઇ છે. અમદાવાદ જિલ્લામાં કુલ 1.71 લાખ જેટલા એકટીવ ખેડૂત ખાતેદારો કે જેઓ પી.એમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે, જે પૈકી 1.07 લાખ જેટલા ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રીની કાર્યવાહી પુર્ણ કરી છે જયારે, 64000 જેટલા ખેડુતોએ હજુ ફાર્મર રજીસ્ટ્રી કરાવેલ નથી. આગામી 10મી જુલાઇ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડુત નોંધણી) કરાવવા અનુરોધ પણ કરાયો છે. પરંતુ બાકીના ખેડૂતો રજિસ્ટ્રેશન માટે આગળ આવતાં જ નથી.
હાલમાં ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જીલ્લાના તમામ ખેડુતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડુતોને ઝડપથી પહોંચાડવાના માટેનો છે. હાલમાં પી.એમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી ફ્રજીયાત કરવામાં આવેલ છે. જિલ્લાના તમામ ગામમાં કેમ્પ પણ યોજાયો હતો.
બહારગામ રહેતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત
બહાર ગામ રહેતા ખેડુતો https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઇટ પર જઇ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઇ પણ નજીકના સી.એસ.સી (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઇ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. આ માટે તમામ ખેડુતોએ આધાર કાર્ડ/ જમીનના ઉતારાની નકલ- 8અ અથવા વિગત તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઇલ અથવા અન્ય મોબાઇલ સાથે રાખવો ખાસ જરૂરી છે અને દસ્તાવેજની નકલ કોઇ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી ફ્કત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે.
What's Your Reaction?






