Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે છારા ગેંગના કુખ્યાત આરોપી વિશાલ ઉર્ફે ભાઉની કરી અટકાયત

Aug 30, 2026 - 18:00
Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે છારા ગેંગના કુખ્યાત આરોપી વિશાલ ઉર્ફે ભાઉની કરી અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનાખોરી સામે લાલ આંખ કરીને એક મોટી સફળતા હાસિલ કરી છે. પોલીસે છારા ગેંગના કુખ્યાત અને રીઢા ગુનેગાર વિશાલ ઉર્ફે ભાઉની ધરપકડ કરી લીધી છે. આ આરોપી ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓ તેમજ અન્ય 7 જેટલા વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.

કૃષ્ણનગરમાં રૂ.50 લાખની હાઈપ્રોફાઈલ લૂંટનો મુખ્ય આરોપી

ઝડપાયેલો આ રીઢો ગુનેગાર તાજેતરમાં કૃષ્ણનગર વિસ્તારમાં બનેલી રૂ.50 લાખની સનસનાટીભરી લૂંટના બનાવમાં પણ મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ હતો. આરોપીઓએ આંગડિયા પેઢીમાંથી મોટી રકમની રોકડ રકમ લઈને નીકળેલા એક વ્યક્તિને અગાઉથી રેકી કરીને નિશાન બનાવ્યો હતો.

અકસ્માતના બહાને ધ્યાન ભટકાવી કરી હતી લૂંટ

આ મોડસ ઓપરેન્ડી અંગે વિગતો આપતાં પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ સૌપ્રથમ વાહન ચાલકને અકસ્માત થયો હોવાનો બહાનુ બતાવીને કાર રોકવા મજબૂર કર્યો હતો. ત્યારબાદ કાર ચાલકનું ધ્યાન ભટકાવીને પળવારમાં જ કારનો કાચ ગ્લાસ બ્રેકરથી તોડી નાખ્યો હતો. કારમાં રાખેલી રૂ.50 લાખની રોકડ રકમ લઈને તમામ તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

રૂ.8.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન બાતમીના આધારે દરોડો પાડીને આરોપી વિશાલ ઉર્ફે ભાઉને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી રોકડા રૂ.7.50 લાખ, ગ્લાસ બ્રેકર, એલન કી, 2 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળીને કુલ રૂ.8.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં હતો વોન્ટેડ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપી બોપલ, સોલા, સરખેજ, ઓઢવ અને એલિસબ્રિજ સહિતના શહેરના વિવિધ પોલીસ મથકોમાં ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વિગતવાર પૂછપરછ હાથ ધરીને વધુ કાયદાકીય કાર્યવાહી અર્થે તેને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ શરૂ કરી છે.


આ પણ વાંચો - Ahmedabad News: પોલીસની અપીલ બાદ શહેરના લોકોએ સ્વેચ્છાએ 200થી વધુ તીક્ષ્ણ હથિયારો જમા કરાવ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0