Ahmedabad: કોલ કરો,ફોટો પાડો અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મેળવો સરકારની નવી પહેલ

ટ્રાફિકની ફરિયાદ માટે હેલ્પ લાઇન નંબર, એપ, મેઈલ IDની સુવિધા શરૂ એક કોલ કરો, ફોટો પાડો અને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મેળવો'ની રાજ્ય સરકારે શરૂ કરેલી નવી પહેલ પ્રજા માટે આશીર્વાદરૂપ સાબીત થશે કે નહી તે તો આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે. ટ્રાફિકની સમસ્યાથી જનતાને છુટકારો અપાવવા માટે હેલ્પલાઈન નંબર 180023311 22, એપ્લિકેશન, વેબસાઈટ અને મેઈલ આઈડીની શરૂઆત રાજ્ય સરકારે કરી છે.હેલ્પલાઈન પર ફોન કરી તેમજ અન્ય માધ્યમો પર ફોટો મુકી નાગરિકો રખડતા ઢોર, ખરાબ રસ્તા, ટ્રાફિક જામ,ગેરકાયદે પાર્કીંગ, ફૂટપાથ પર દબાણ કે રસ્તા પર અડચણની ફરિયાદ કરી શકશે. ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં બેઠેલા ઉચ્ચ અધિકારી ફરિયાદોનું મોનિટરીંગ કરી લોકલ ટ્રાફિક પોલીસ કે પોલીસને જાણ કરશે. આ રીતે ફરિયાદનો નિકાલ કરવાની કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યું છે. રાજ્યમાં રોજબરોજ રખડતા ઢોર, ટ્રાફિક જામ, સ્ટંટ કરતા બાઈકર્સ, ઓવર સ્પીડ વાહન, અકસ્માતો, ફેન્સી હોર્ન, ગેરકાયદે પાર્કીંગ, રસ્તા પર અડચણરૂપ દબાણ, ફૂટપાથ પર દબાણ, ખરાબ રસ્તા અને રસ્તા પર ખાડા જેવી અનેક ટ્રાફિક સમસ્યાથી પ્રજા હેરાન છે. બીજી તરફ લોકલ ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આ માટે કરવામાં આવતા પ્રયાસો અપુરતા અથવા તો ગ્રાઉન્ડ વર્ક થતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી. રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક સમસ્યાની ફરિયાદ માટે હેલ્પલાઈન સહિત ચાર પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિક હેલ્પ લાઈન નંબર 18002331122 પર ફોન કરી નાગરિક ટ્રાફિક સમસ્યાની ફરિયાદ કરવાની રહેશે. આ ફરિયાદ પર તુરત એક્શન લેવા જે તે જિલ્લાના પોલીસને જાણ કરી સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. 'સિટીઝન ફર્સ્ટ એપ' પર નાગરિક ફરિયાદ કરી શકશે. આ એપમાં આપવામાં આવેલા ઓપ્શનમાં ટ્રાફિક સમસ્યાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. રાજ્ય સરકારની વેબસાઈટ https://guj home.gujarat.gov.in/portal પર રાજ્યના કોઈ પણ ખૂણે જોવા મળતી ટ્રાફિક સમસ્યાનો ફોટો અપલોડ કરી તેના એડ્રેસની માહિતી વિગતો મુકી ફરિયાદ થઈ શકશે અને આ ઉપરાંત ટ્રાફિક પોલીસના આ મેઈલ આઈડી [email protected] પર જે તે નાગરિક ટ્રાફિક સમસ્યાના ફોટો અપલોડ કરી ફરિયાદ કરી શકશે. હાઈકોર્ટના સૂચન બાદ રાજ્ય વ્યાપી હેલ્પલાઇન શરૂ કરાઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર, ફૂટપાથ અને રસ્તા પર દબાણ, ખરાબ રસ્તા સહિતની ટ્રાફિક સમસ્યા મામલે રાજ્ય વ્યાપી હેલ્પલાઈન શરૂ કરવાનું સૂચન તંત્રને કર્યું હતું. હાઈકોર્ટની કડકાઈ અને સૂચના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી હેલ્પલાઈન શરૂ કરાઈ હતી. ટ્રાફિક સમસ્યામાં શું શું આવે તેનો ઉલ્લેખ કરાયો નથી ટ્રાફિક સમસ્યા ખરાબ રસ્તા, રસ્તામાં ખાડા, દબાણ, ગેરકાયદે પાર્કિંગ, ગેરકાયદે બાંધકામ, ફૂટપાથ પર દબાણ, રખડતા ઢોર સહિત અનેક મુદ્દાઓથી ઉદ્ભવે છે. આ બધી બાબતો માટે નાગરિકો આ હેલ્પલાઈન પર ફોન કરશે અને સમસ્યાનો હલ થશે કે નહી તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. હેલ્પલાઈન શરૂ થયાની જાહેરાત સાથે કેવા પ્રકારની ટ્રાફિક સમસ્યા તેની પુરતી વિગતો હોત તો નાગરિકોને સમજવામાં આસાની રહેતી.

Ahmedabad: કોલ કરો,ફોટો પાડો અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મેળવો સરકારની નવી પહેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ટ્રાફિકની ફરિયાદ માટે હેલ્પ લાઇન નંબર, એપ, મેઈલ IDની સુવિધા શરૂ એક કોલ કરો, ફોટો પાડો અને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મેળવો'ની રાજ્ય સરકારે શરૂ કરેલી નવી પહેલ પ્રજા માટે આશીર્વાદરૂપ સાબીત થશે કે નહી તે તો આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે. ટ્રાફિકની સમસ્યાથી જનતાને છુટકારો અપાવવા માટે હેલ્પલાઈન નંબર 180023311 22, એપ્લિકેશન, વેબસાઈટ અને મેઈલ આઈડીની શરૂઆત રાજ્ય સરકારે કરી છે.

હેલ્પલાઈન પર ફોન કરી તેમજ અન્ય માધ્યમો પર ફોટો મુકી નાગરિકો રખડતા ઢોર, ખરાબ રસ્તા, ટ્રાફિક જામ,ગેરકાયદે પાર્કીંગ, ફૂટપાથ પર દબાણ કે રસ્તા પર અડચણની ફરિયાદ કરી શકશે. ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં બેઠેલા ઉચ્ચ અધિકારી ફરિયાદોનું મોનિટરીંગ કરી લોકલ ટ્રાફિક પોલીસ કે પોલીસને જાણ કરશે. આ રીતે ફરિયાદનો નિકાલ કરવાની કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યું છે. રાજ્યમાં રોજબરોજ રખડતા ઢોર, ટ્રાફિક જામ, સ્ટંટ કરતા બાઈકર્સ, ઓવર સ્પીડ વાહન, અકસ્માતો, ફેન્સી હોર્ન, ગેરકાયદે પાર્કીંગ, રસ્તા પર અડચણરૂપ દબાણ, ફૂટપાથ પર દબાણ, ખરાબ રસ્તા અને રસ્તા પર ખાડા જેવી અનેક ટ્રાફિક સમસ્યાથી પ્રજા હેરાન છે. બીજી તરફ લોકલ ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આ માટે કરવામાં આવતા પ્રયાસો અપુરતા અથવા તો ગ્રાઉન્ડ વર્ક થતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી.

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક સમસ્યાની ફરિયાદ માટે હેલ્પલાઈન સહિત ચાર પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિક હેલ્પ લાઈન નંબર 18002331122 પર ફોન કરી નાગરિક ટ્રાફિક સમસ્યાની ફરિયાદ કરવાની રહેશે. આ ફરિયાદ પર તુરત એક્શન લેવા જે તે જિલ્લાના પોલીસને જાણ કરી સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. 'સિટીઝન ફર્સ્ટ એપ' પર નાગરિક ફરિયાદ કરી શકશે. આ એપમાં આપવામાં આવેલા ઓપ્શનમાં ટ્રાફિક સમસ્યાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. રાજ્ય સરકારની વેબસાઈટ https://guj home.gujarat.gov.in/portal પર રાજ્યના કોઈ પણ ખૂણે જોવા મળતી ટ્રાફિક સમસ્યાનો ફોટો અપલોડ કરી તેના એડ્રેસની માહિતી વિગતો મુકી ફરિયાદ થઈ શકશે અને આ ઉપરાંત ટ્રાફિક પોલીસના આ મેઈલ આઈડી [email protected] પર જે તે નાગરિક ટ્રાફિક સમસ્યાના ફોટો અપલોડ કરી ફરિયાદ કરી શકશે.

હાઈકોર્ટના સૂચન બાદ રાજ્ય વ્યાપી હેલ્પલાઇન શરૂ કરાઈ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર, ફૂટપાથ અને રસ્તા પર દબાણ, ખરાબ રસ્તા સહિતની ટ્રાફિક સમસ્યા મામલે રાજ્ય વ્યાપી હેલ્પલાઈન શરૂ કરવાનું સૂચન તંત્રને કર્યું હતું. હાઈકોર્ટની કડકાઈ અને સૂચના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી હેલ્પલાઈન શરૂ કરાઈ હતી.

ટ્રાફિક સમસ્યામાં શું શું આવે તેનો ઉલ્લેખ કરાયો નથી

ટ્રાફિક સમસ્યા ખરાબ રસ્તા, રસ્તામાં ખાડા, દબાણ, ગેરકાયદે પાર્કિંગ, ગેરકાયદે બાંધકામ, ફૂટપાથ પર દબાણ, રખડતા ઢોર સહિત અનેક મુદ્દાઓથી ઉદ્ભવે છે. આ બધી બાબતો માટે નાગરિકો આ હેલ્પલાઈન પર ફોન કરશે અને સમસ્યાનો હલ થશે કે નહી તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. હેલ્પલાઈન શરૂ થયાની જાહેરાત સાથે કેવા પ્રકારની ટ્રાફિક સમસ્યા તેની પુરતી વિગતો હોત તો નાગરિકોને સમજવામાં આસાની રહેતી.