Ahmedabad :કોટકના વિદેશી ફંડથી અમારા પાર્ટનરનું અદાણીના શેરમાં શોર્ટ સેલિંગ : હિંડનબર્ગ

સેબીની નોટિસના જવાબમાં હિંડનબર્ગે વધુ એક ગંભીર આરોપ લગાવ્યોસેબી વધુ એક પાવરફુલ બેંકર ઉદય કોટકને બચાવવા માંગતી હોવાથી નોટિસમાં કોટકના નામનો ઉલ્લેખ પણ નહીં અદાણી જૂથના શોર્ટ સેલિંગથી તેને માત્ર 41 લાખ ડોલરની કુલ આવક થઇ: હિંડનબર્ગે હિંડનબર્ગે અદાણી જૂથ પર કરેલા આક્ષેપોના સંદર્ભમાં સેબીએ તેને જે નોટિસ પાઠવી છે તેના પ્રતિભાવમાં વધુ એક ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.આ જૂથની કંપનીના શેરોમાં થયેલા જંગી ઘટાડાનો લાભ લેવા અમારા એક ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરે ભારતના અબજોપતિ બેંકર ઉદય કોટકે સ્થાપેલી એક બેંક અને બ્રોકરેજ ફર્મ તથા તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં એક ઓફશોર ફંડના માધ્યમથી શોર્ટ સેલિંગ કર્યું હતું,આના કારણે અદાણી-હિંડનબર્ગ વિવાદમાં આજે નવો વળાંક આવ્યો હતો.આ જવાબમાં એવી પણ નોંધ છે કે 25 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રસિદ્ધ થયો તે પહેલાં કોટક સંચાલિત ફંડ દ્વારા અદાણીના શેરોમાં શોર્ટ પોઝિશન લેવામાં આવી હતી, જેના કારણે આ રૂ. 183 કરોડનો નફો થયો હતો. સેબીએ પોતાને આપેલી નોટિસમાં ક્યાંક કોટક કે કોટકના બોર્ડ મેમ્બરના નામનો ઉલ્લેખ કર્યો નથી એ બાબત ભારતના વધુ એક પાવરફુલ બિઝનેસમેનને તપાસના દાયરામાંથી બચાવવાના પ્રયJ સમાન છે એમ પણ આ યુએસ શોર્ટ સેલરે જણાવ્યું હતું. યુએસના આ શોર્ટ સેલરે પહેલા અદાણી જૂથ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને સાથે સાથે શોર્ટ સેલિંગ પણ કર્યું હતું. આક્ષેપોના કારણે અદાણી જૂથના શેરોનું મૂલ્ય ઘટતાં શોર્ટ પોઝિશન સ્કેવર ઓફ કરી જંગી કમાણી કરી હતી. આવી ગેરરીતિ બદલ સેબીએ 27મી જૂને હિંડનબર્ગને નોટિસ પાઠવી હતી. જોકે જવાબમાં આ શોર્ટ સેલરે કોટક ગ્રૂપના ઓફશોર ફંડના માધ્યમથી પોતાના પાર્ટનરે આ પ્રકારે જંગી કમાણી કરી છે એવો આરોપ લગાવતા એમ પણ ઉમેર્યું હતું કે સેબી દ્વારા આ નોટિસ માત્ર ડરાવી ધમકાવી ચૂપ કરાવવા માટે આપવામાં આવી છે. હિંડનબર્ગે એવી પણ માહિતી આપી હતી કે અદાણી જૂથના શોર્ટ સેલિંગથી તેને માત્ર 41 લાખ ડોલરની કુલ આવક થઇ છે. કોટકને બચાવવા માટે સેબીએ તેની તપાસમાં કે-ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને કોટકને બદલે તેના શોર્ટ ફોર્મ કેએમઆઇએલનો ઉલ્લેખ કર્યો છે, એમ પણ હિંડનબર્ગે જણાવ્યું હતું. કેએમઆઇએલ એક કોટક મહિન્દ્રા ઇન્ટરનેશનલ લિમિટેડનું શોર્ટ ફોર્મ છે. આવા ગંભીર આક્ષેપને પગલે કોટક મહિન્દ્રા ઇન્ટરનેશનલ લિમિટેડે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ ક્યારેય તેનું ક્લાયન્ટ રહ્યું નથી કે તેણે આ ફંડમાં રોકાણ પણ કર્યું નથી. હિંડનબર્ગ પોતાના કોઇ રોકાણકારનું પાર્ટનર પણ નથી અને ફંડના તમામ રોકાણકાર અન્ય કોઇ માટે રોકાણ કરતાં નથી. હિંડનબર્ગે આવો આક્ષેપ કરતા કોટક મહિન્દ્રા બેન્કનો શેર ઈન્ટ્રાડેમાં 4 ટકા તૂટયા બાદ અંતે 2.5 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

Ahmedabad :કોટકના વિદેશી ફંડથી અમારા પાર્ટનરનું અદાણીના શેરમાં શોર્ટ સેલિંગ : હિંડનબર્ગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સેબીની નોટિસના જવાબમાં હિંડનબર્ગે વધુ એક ગંભીર આરોપ લગાવ્યો
  • સેબી વધુ એક પાવરફુલ બેંકર ઉદય કોટકને બચાવવા માંગતી હોવાથી નોટિસમાં કોટકના નામનો ઉલ્લેખ પણ નહીં
  • અદાણી જૂથના શોર્ટ સેલિંગથી તેને માત્ર 41 લાખ ડોલરની કુલ આવક થઇ: હિંડનબર્ગે

હિંડનબર્ગે અદાણી જૂથ પર કરેલા આક્ષેપોના સંદર્ભમાં સેબીએ તેને જે નોટિસ પાઠવી છે તેના પ્રતિભાવમાં વધુ એક ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.આ જૂથની કંપનીના શેરોમાં થયેલા જંગી ઘટાડાનો લાભ લેવા અમારા એક ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરે ભારતના અબજોપતિ બેંકર ઉદય કોટકે સ્થાપેલી એક બેંક અને બ્રોકરેજ ફર્મ તથા તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં એક ઓફશોર ફંડના માધ્યમથી શોર્ટ સેલિંગ કર્યું હતું,આના કારણે અદાણી-હિંડનબર્ગ વિવાદમાં આજે નવો વળાંક આવ્યો હતો.

આ જવાબમાં એવી પણ નોંધ છે કે 25 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રસિદ્ધ થયો તે પહેલાં કોટક સંચાલિત ફંડ દ્વારા અદાણીના શેરોમાં શોર્ટ પોઝિશન લેવામાં આવી હતી, જેના કારણે આ રૂ. 183 કરોડનો નફો થયો હતો. સેબીએ પોતાને આપેલી નોટિસમાં ક્યાંક કોટક કે કોટકના બોર્ડ મેમ્બરના નામનો ઉલ્લેખ કર્યો નથી એ બાબત ભારતના વધુ એક પાવરફુલ બિઝનેસમેનને તપાસના દાયરામાંથી બચાવવાના પ્રયJ સમાન છે એમ પણ આ યુએસ શોર્ટ સેલરે જણાવ્યું હતું.

યુએસના આ શોર્ટ સેલરે પહેલા અદાણી જૂથ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને સાથે સાથે શોર્ટ સેલિંગ પણ કર્યું હતું. આક્ષેપોના કારણે અદાણી જૂથના શેરોનું મૂલ્ય ઘટતાં શોર્ટ પોઝિશન સ્કેવર ઓફ કરી જંગી કમાણી કરી હતી. આવી ગેરરીતિ બદલ સેબીએ 27મી જૂને હિંડનબર્ગને નોટિસ પાઠવી હતી. જોકે જવાબમાં આ શોર્ટ સેલરે કોટક ગ્રૂપના ઓફશોર ફંડના માધ્યમથી પોતાના પાર્ટનરે આ પ્રકારે જંગી કમાણી કરી છે એવો આરોપ લગાવતા એમ પણ ઉમેર્યું હતું કે સેબી દ્વારા આ નોટિસ માત્ર ડરાવી ધમકાવી ચૂપ કરાવવા માટે આપવામાં આવી છે. હિંડનબર્ગે એવી પણ માહિતી આપી હતી કે અદાણી જૂથના શોર્ટ સેલિંગથી તેને માત્ર 41 લાખ ડોલરની કુલ આવક થઇ છે.

કોટકને બચાવવા માટે સેબીએ તેની તપાસમાં કે-ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને કોટકને બદલે તેના શોર્ટ ફોર્મ કેએમઆઇએલનો ઉલ્લેખ કર્યો છે, એમ પણ હિંડનબર્ગે જણાવ્યું હતું. કેએમઆઇએલ એક કોટક મહિન્દ્રા ઇન્ટરનેશનલ લિમિટેડનું શોર્ટ ફોર્મ છે. આવા ગંભીર આક્ષેપને પગલે કોટક મહિન્દ્રા ઇન્ટરનેશનલ લિમિટેડે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ ક્યારેય તેનું ક્લાયન્ટ રહ્યું નથી કે તેણે આ ફંડમાં રોકાણ પણ કર્યું નથી. હિંડનબર્ગ પોતાના કોઇ રોકાણકારનું પાર્ટનર પણ નથી અને ફંડના તમામ રોકાણકાર અન્ય કોઇ માટે રોકાણ કરતાં નથી. હિંડનબર્ગે આવો આક્ષેપ કરતા કોટક મહિન્દ્રા બેન્કનો શેર ઈન્ટ્રાડેમાં 4 ટકા તૂટયા બાદ અંતે 2.5 ટકા ઘટીને બંધ રહ્યો હતો.