Ahmedabad: કોંગ્રેસના કાર્યકરોને જેલ હવાલે કરાયા, મનીષ દોશીએ કર્યા ગંભીર પ્રહાર

થોડા દિવસ પહેલા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયુ હતુ ઘર્ષણપાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા રાહુલ ગાંધી મળવા જવાના હતા વાસણા પોલીસ સ્ટેશન રાહુલ ગાંધી આજે અમદાવાદ પ્રવાસે આવ્યા છે, ત્યારે તે અમદાવાદમાં પહોંચે તે પહેલાં કોંગ્રેસ કાર્યકર્તાઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં હોવાથી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. વહેલી સવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધી કાર્યકર્તાઓને મળવા પહોંચે તે પહેલા કસ્ટડીમાં મોકલી દેવાયા ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓને મળવા વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા, ત્યારે રાહુલ ગાંધી વાસણા પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ કાર્યકર્તાઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ રિમાન્ડનો સમય પૂર્ણ થાય તે પહેલા જ કાર્યકર્તાઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના ગંભીર પ્રહારો ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યા હતા અને ગંભીર પ્રહારો કરતા કહ્યું કે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા, પોલીસે આરોપીઓને વહેલા રજૂ કરાતા કોર્ટે વેધક સવાલ પૂછ્યા છે. ત્યારે પોલીસે રથયાત્રાનું કારણ આગળ ધર્યુ છે. રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈ VHPના કાર્યકરોમાં રોષ રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને VHP કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલડીમાં VHP કાર્યાલય બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા VHPના કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ છે. VHPના કાર્યકરોએ વિરોધ નોંધાવતા જય શ્રી રામના નારા લગાવ્યા.

Ahmedabad: કોંગ્રેસના કાર્યકરોને જેલ હવાલે કરાયા, મનીષ દોશીએ કર્યા ગંભીર પ્રહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • થોડા દિવસ પહેલા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયુ હતુ ઘર્ષણ
  • પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
  • રાહુલ ગાંધી મળવા જવાના હતા વાસણા પોલીસ સ્ટેશન

રાહુલ ગાંધી આજે અમદાવાદ પ્રવાસે આવ્યા છે, ત્યારે તે અમદાવાદમાં પહોંચે તે પહેલાં કોંગ્રેસ કાર્યકર્તાઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં હોવાથી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. વહેલી સવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી કાર્યકર્તાઓને મળવા પહોંચે તે પહેલા કસ્ટડીમાં મોકલી દેવાયા

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓને મળવા વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા, ત્યારે રાહુલ ગાંધી વાસણા પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ કાર્યકર્તાઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ રિમાન્ડનો સમય પૂર્ણ થાય તે પહેલા જ કાર્યકર્તાઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના ગંભીર પ્રહારો

ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યા હતા અને ગંભીર પ્રહારો કરતા કહ્યું કે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા, પોલીસે આરોપીઓને વહેલા રજૂ કરાતા કોર્ટે વેધક સવાલ પૂછ્યા છે. ત્યારે પોલીસે રથયાત્રાનું કારણ આગળ ધર્યુ છે.

રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈ VHPના કાર્યકરોમાં રોષ

રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને VHP કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલડીમાં VHP કાર્યાલય બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા VHPના કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ છે. VHPના કાર્યકરોએ વિરોધ નોંધાવતા જય શ્રી રામના નારા લગાવ્યા.