Ahmedabad Rathyatra 2024 : ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પ્રાંગણમાં આગમન

આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળશે અમદાવાદ 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ભગવાન આવતીકાલે રથ પર બેસી નગરચર્ચાએ નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે,ત્યારે અમદાવાદ શહેર પોલીસ તેમજ જગન્નાથ મંદિર તરફથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે,ત્યારે જગન્નાથ મંદીરના પ્રાંગણમાં ત્રણ રથનું આગમન થતા ભકતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,અત્યારથી જ ભકતોની દર્શન માટે લાઈનો લાગી છે. અમદાવાદ બન્યું ભકિતમય આવતીકાલે 7 જુલાઇ, 2024ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળનારી છે. ત્યારે સમગ્ર અમદાવાદ અત્યારથી જગન્નાથમય બની ગયું છે. રથયાત્રાના રૂટ પર લોંખડી પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રાને લઈને જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શનાર્થે આવી રહ્યો છે, મંદિરમાં પરિસરમાં સતત ભજન-કિર્તન ચાલી રહ્યાં છે. અમદાવાદની જગન્નાથયાત્રાનો અનોખો મહિમા અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જુનો છે. દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો- ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને આપ્યા દર્શન અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આવતીકાલે યોજાશે અષાઢી બીજની ભગવાન જગન્નાથજીને 147 મી રથયાત્રા, જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર ભગવાન સોનાવેશ ધારણ કરે છે.

Ahmedabad Rathyatra 2024 : ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પ્રાંગણમાં આગમન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળશે
  • અમદાવાદ 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ
  • ભગવાન આવતીકાલે રથ પર બેસી નગરચર્ચાએ નિકળશે

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે,ત્યારે અમદાવાદ શહેર પોલીસ તેમજ જગન્નાથ મંદિર તરફથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે,ત્યારે જગન્નાથ મંદીરના પ્રાંગણમાં ત્રણ રથનું આગમન થતા ભકતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,અત્યારથી જ ભકતોની દર્શન માટે લાઈનો લાગી છે.

અમદાવાદ બન્યું ભકિતમય

આવતીકાલે 7 જુલાઇ, 2024ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળનારી છે. ત્યારે સમગ્ર અમદાવાદ અત્યારથી જગન્નાથમય બની ગયું છે. રથયાત્રાના રૂટ પર લોંખડી પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રાને લઈને જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શનાર્થે આવી રહ્યો છે, મંદિરમાં પરિસરમાં સતત ભજન-કિર્તન ચાલી રહ્યાં છે.


અમદાવાદની જગન્નાથયાત્રાનો અનોખો મહિમા

અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જુનો છે. દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો- ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે.

ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને આપ્યા દર્શન

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આવતીકાલે યોજાશે અષાઢી બીજની ભગવાન જગન્નાથજીને 147 મી રથયાત્રા, જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર ભગવાન સોનાવેશ ધારણ કરે છે.