Ahmedabad: ઓઢવમાં મેગા ડિમોલિશનમાં 4,555 ચો.મીટરનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો
ઓઢવમાં બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ રહી છે. જેમાં ટીપી સ્કીમ 42 પર એફ.પી 64 પર રબારી વસાહતના પર વર્ષો જૂના દબાણોમાં 21 કોર્મશિયલ બાંધકામ દૂર કરાયા છે.જેના સાથે જ 4,555 ચો.મીટર પ્લોટ ખુલ્લો કરાયો છે. આ ઉપરાંત વસ્ત્રાલમાં ટીપી સ્કીમ 105 પર તક્ષશીલા રોડ પાસે 9 મીટરના રોડ પર 3 કોર્મશિયલ, 1 રેસીડન્સ, 1 ગેટ અને 12 ઓટલા કરીને ઉભું કરાયેલું 450 ચો.મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.પૂર્વ ઝોનમાં છેલ્લા ઘણાં સમયથી દબાણ દૂર કરવાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા હતા. આ વચ્ચે હવે તંત્ર દ્વારા મેગાડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે ઓઢવમાં રબારી વસાહત સામે વર્ષો જૂનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ સાથે જ 4,555 ચો.મીટરનો પ્લોટ ખુલ્લો કરાયો છે. જ્યારે વસ્ત્રાલમાં 450 ચો.મીટરનો રોડ ખુલ્લો કરાયો છે. આ ઉપરાંત સમગ્ર ઝોનમાં 7 શેડ, 10 લારી, 110 બોર્ડ-બેનર, 150 પરચુરણ માલ સામાનની કામગીરી સહિત વાહનોને લોક મારવાની અને C&D વેસ્ટના કામગીરી બદલ કુલ રૂ.71,100 નો ચાર્જ વસુલાયો છે. આગામી દિવસોમાં પણ દબાણ હટાવવા માટેની કામગીરી ચાલુ રહેશે જેના પરિણામે ઘણાં ગેરકાયેદસર મકાન હટાવવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઓઢવમાં બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ રહી છે. જેમાં ટીપી સ્કીમ 42 પર એફ.પી 64 પર રબારી વસાહતના પર વર્ષો જૂના દબાણોમાં 21 કોર્મશિયલ બાંધકામ દૂર કરાયા છે.
જેના સાથે જ 4,555 ચો.મીટર પ્લોટ ખુલ્લો કરાયો છે. આ ઉપરાંત વસ્ત્રાલમાં ટીપી સ્કીમ 105 પર તક્ષશીલા રોડ પાસે 9 મીટરના રોડ પર 3 કોર્મશિયલ, 1 રેસીડન્સ, 1 ગેટ અને 12 ઓટલા કરીને ઉભું કરાયેલું 450 ચો.મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.પૂર્વ ઝોનમાં છેલ્લા ઘણાં સમયથી દબાણ દૂર કરવાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા હતા. આ વચ્ચે હવે તંત્ર દ્વારા મેગાડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે ઓઢવમાં રબારી વસાહત સામે વર્ષો જૂનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ સાથે જ 4,555 ચો.મીટરનો પ્લોટ ખુલ્લો કરાયો છે. જ્યારે વસ્ત્રાલમાં 450 ચો.મીટરનો રોડ ખુલ્લો કરાયો છે. આ ઉપરાંત સમગ્ર ઝોનમાં 7 શેડ, 10 લારી, 110 બોર્ડ-બેનર, 150 પરચુરણ માલ સામાનની કામગીરી સહિત વાહનોને લોક મારવાની અને C&D વેસ્ટના કામગીરી બદલ કુલ રૂ.71,100 નો ચાર્જ વસુલાયો છે. આગામી દિવસોમાં પણ દબાણ હટાવવા માટેની કામગીરી ચાલુ રહેશે જેના પરિણામે ઘણાં ગેરકાયેદસર મકાન હટાવવામાં આવશે.