Ahmedabad એરપોર્ટ પર દુબઈથી આવેલા મુસાફર પાસેથી રૂ.78 લાખનું સોનું જપ્ત કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરીનો મોટો કેસ સામે આવ્યો હતો. દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટ એટલેકે AIUએ 750.70 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની કિંમત અંદાજે રૂ.78 લાખની ગણવામાં આવી હતી. આરોપી મુસાફરે સોનાના બિસ્કિટ છુપાવવા માટે એક અનોખી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
78 લાખની કિંમતના સોનાના બિસ્કિટ કરાયા જપ્ત
આ મુસાફરે સોનાના બિસ્કિટને તેના મોજામાં છુપાવ્યા હતા. પરંતુ એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટની ચાંપતી નજરથી તે બચી શક્યો નહોતો. એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી હતી. જેના કારણે સોનાની દાણચોરીના આવા અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે તહેવારોના સમયમાં દાણચોરીનું પ્રમાણ વધી જતું હોય છે.
મુસાફર મોજામાં છુપાવીને લાવ્યો હતો સોનાના બિસ્કિટ
સોનાની દાણચોરી એ દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક છે. માટે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી બનતી હોય છે. પોલીસ અને કસ્ટમ વિભાગ દ્વારા આવા આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તો જ દાણચોરીની પ્રવૃત્તિઓ પર લગામ લાવી શકાશે.
What's Your Reaction?






