Ahmedabad: એરપોર્ટ ઉપર 63 ફ્લાઇટોના શિડયૂલ ખોરવાયા

Jan 12, 2025 - 02:30
Ahmedabad: એરપોર્ટ ઉપર 63 ફ્લાઇટોના શિડયૂલ ખોરવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ પર શનિવારે એકસાથે 63 ફ્લાઇટોના શિડયૂલ ખોરવાતા હજારો મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા. ગાઢ ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટો મોડી રહેવા પામી હતી. વિવિધ સ્થળોએથી અમદાવાદ આવતી હોય તેવી 30 ફ્લાઇટો લેટ આવી હતી જ્યારે અમદાવાદથી ઉપડતી હોય તેવી 33 ફ્લાઇટ મોડી ઉપડી હતી.

સૌથી વધુ દિલ્હીની 13 ફ્લાઇટો તેનો નિર્ધારિત સમય ચૂકી ગઇ હતી.આકાશાની દિલ્હીની ફ્લાઇટ એક કલાક, ઇન્ડિગોની મુંબઇની બે કલાક, અબુધાબીની બે કલાક ઉપરાંત પુને, હૈદરાબાદ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ચંદીગઢ, અમૃતસર, ચેન્નાઇ, કોચી, જયપુર, ગોવા, બેંગ્લુરૂની ફ્લાઇટો કલાકો લેટ આવી હતી. એર ઇન્ડિયાની દિલ્હી, લંડનની બે કલાક, દિલ્હીની પોણા બે કલાક લેટ આવી હતી. કુવૈત એરની કુવૈત સિટીની ફ્લાઇટ 40 મિનિટ, વિયેટજેટની હોચિમિન્હ સિટીની ફ્લાઇટ બે કલાક, ઇતિહાદની અબુધાબીની 40 મિનિટ મોડી આવી હતી. સ્પાઇસજેટની જયપુરની ફ્લાઇટ પણ બે કલાક મોડી આવી હતી.

થાઇ એરની બેંગકોકની ફ્લાઇટ દોઢ કલાક લેટ ઉપડી હતી.કુવૈત એરવેજની કુવૈત સિટીની ફ્લાઇટ 40 મિનિટ મોડી ઉપડી હતી. આ ઉપરાંત વિવિધ એરલાઇન્સની દિલ્હી, જમ્મુ-કાશ્મીર, પુને, મુંબઇ, અમૃતસર, કોચી, જયપુર, હૈદરાબાદ, ગોવા, ચેન્નાઇ સહિતની ફ્લાઇટો પણ કલાકો મોડી ઉપડી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0