Ahmedabad: એક વર્ષમાં બહેરાશના સાત હજારથી વધુ કેસ નોંધાયા
નાના બાળકોમાં મધ્યમથી સંપૂર્ણ બહેરાશના કેસનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલના કાનની બહેરાશની તપાસ માટે એક વર્ષમાં અંદાજે 19 હજાર જેટલા દર્દી નોંધાયા છે, જે પૈકી 7 હજાર જેટલા બાળકોમાં મધ્યમથી સંપૂર્ણ બહેરાશ જોવા મળી હતી જ્યારે પુખ્ત વયના 4 હજાર જેટલા દર્દીમાં બહેરાશ હોવાનું સામે આવ્યું હતું.સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડાં ડો. નીના ભાલોડિયાએ જણાવ્યું હતું કે, નાના બાળકોમાં બહેરાશના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. બાળકોને લઈને આવતાં મા-બાપ એવી ફરિયાદ સાથે આવે છે કે, જન્મથી ત્રણ વર્ષ સુધી બાળક સરખી રીતે સાંભળતું હતું પરંતુ અચાનક જ બહેરાશ આવી ગઈ છે, આ પ્રકારના કિસ્સામાં બહેરાશ મધ્યમ અને પ્રોગ્રેસિવ બહેરાશ આવતી હોય છે અથવા સંપૂર્ણ બહેરાશ હોય છે. ઈએનટી વિભાગના તબીબોનું કહેવું છે કે, ધ્વનિ પ્રદૂષણ અને અન્ય વાયરલ અથવા બીજા ડિસીઝને કારણે 50થી 70 વર્ષ સુધીમાં 60 ટકા જેટલી બહેરાશ આવતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી 11થી 35 વર્ષની વ્યક્તિમાં પ્રોગ્રેસિવ યાને કે ધીમે ધીમે વધતી જતી બહેરાશ વધુ જોવા મળી રહી છે, તબીબોનું કહેવું છે કે, ઈયર ફોનનો વધુ પડતો વપરાશ પણ મોંઘો સાબિત થઈ રહ્યો છે, આસપાસમાં ઔદ્યોગિક વિસ્તારનો ઘોંઘાટ, ડી.જે. વગાડવા સહિતની બાબતો પણ બહેરાશ માટે જવાબદાર મનાય છે. OTOSCTEROSIS એ કાનનો આનુવંશિક રોગ છે, જે સ્ત્રીઓને વધારે અસર કરે છે તેમજ તેમાં 60થી લઈને 100 ટકા સુધી બહેરાશ નોર્મલ બોલતા લોકોમાં આવી જાય છે.
![Ahmedabad: એક વર્ષમાં બહેરાશના સાત હજારથી વધુ કેસ નોંધાયા](https://epapercdn.sandesh.com/images/2025/02/10/h1HPrYyvOZWeX2S9prRcTEhSuNNcLwJOcipzYMfp.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નાના બાળકોમાં મધ્યમથી સંપૂર્ણ બહેરાશના કેસનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલના કાનની બહેરાશની તપાસ માટે એક વર્ષમાં અંદાજે 19 હજાર જેટલા દર્દી નોંધાયા છે, જે પૈકી 7 હજાર જેટલા બાળકોમાં મધ્યમથી સંપૂર્ણ બહેરાશ જોવા મળી હતી જ્યારે પુખ્ત વયના 4 હજાર જેટલા દર્દીમાં બહેરાશ હોવાનું સામે આવ્યું હતું.
સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડાં ડો. નીના ભાલોડિયાએ જણાવ્યું હતું કે, નાના બાળકોમાં બહેરાશના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. બાળકોને લઈને આવતાં મા-બાપ એવી ફરિયાદ સાથે આવે છે કે, જન્મથી ત્રણ વર્ષ સુધી બાળક સરખી રીતે સાંભળતું હતું પરંતુ અચાનક જ બહેરાશ આવી ગઈ છે, આ પ્રકારના કિસ્સામાં બહેરાશ મધ્યમ અને પ્રોગ્રેસિવ બહેરાશ આવતી હોય છે અથવા સંપૂર્ણ બહેરાશ હોય છે. ઈએનટી વિભાગના તબીબોનું કહેવું છે કે, ધ્વનિ પ્રદૂષણ અને અન્ય વાયરલ અથવા બીજા ડિસીઝને કારણે 50થી 70 વર્ષ સુધીમાં 60 ટકા જેટલી બહેરાશ આવતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી 11થી 35 વર્ષની વ્યક્તિમાં પ્રોગ્રેસિવ યાને કે ધીમે ધીમે વધતી જતી બહેરાશ વધુ જોવા મળી રહી છે,
તબીબોનું કહેવું છે કે, ઈયર ફોનનો વધુ પડતો વપરાશ પણ મોંઘો સાબિત થઈ રહ્યો છે, આસપાસમાં ઔદ્યોગિક વિસ્તારનો ઘોંઘાટ, ડી.જે. વગાડવા સહિતની બાબતો પણ બહેરાશ માટે જવાબદાર મનાય છે. OTOSCTEROSIS એ કાનનો આનુવંશિક રોગ છે, જે સ્ત્રીઓને વધારે અસર કરે છે તેમજ તેમાં 60થી લઈને 100 ટકા સુધી બહેરાશ નોર્મલ બોલતા લોકોમાં આવી જાય છે.