Ahmedabad: ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો, 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા

ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 108ને 4947 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે. આ દરમિયાન આજે પતંગની દોરીથી ગળું કપાઈ જવા, ધાબા પરથી પડી જવા, પતંગ લૂંટવા જતા અકસ્માત જેવા અલગ-અલગ બનાવોમાં બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.ઉતરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારોમાં વધારો થયો છે. 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા હતા જેને લઇને સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. OPDમાં 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. અમદાવાદમાં 37 લોકોને દોરીથી ઇજાઓ પહોંચી હતી, જેમાં 34 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કર્યા છે. જ્યારે દર્દીને 4 એડમિટ કરવાની ફરજ પડી હતી.  રાજ્યમાં 143 લોકો દોરીથી ઇજાગ્રસ્ત થયા છે. ધાબા પરથી પડવાના 10થી વધુ કેસ નોંધાયા છે.  જો જિલ્લા પ્રમાણે ઈમરજન્સી કોલની વિગતો જોઈએ તો, અમદાવાદમાં સૌથી વધુ 732 કૉલ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 320, રાજકોટમાં 235, વડોદરામાં 234, ભાવનગરમાં 157, પંચમહાલમાં 134, દાહોદમાં 130, ગાંધીનગરમાં 118, વલસાડમાં 113 અને જામનગર જિલ્લામાંથી 108ની ટીમે 104 ઈમરજન્સી કૉલ રિસીવ કર્યાં છે. આખા દિવસ દરમિયાન ટૂ-વ્હીલર અકસ્માતના 585 અને ફૉર વ્હીલર અકસ્માતના 172 કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ અનુક્રમે 87 અને 34 કૉલ નોંધાયા છે. આ સિવાય આજે ઉત્તરાયણના દિવસ દરમિયાન ધાબા પરથી પડવા સબંધિત 284 કૉલ રિસીવ કરવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 76 કોલ નોંધાયા છે. જ્યારે મારામારી સબંધિત કુલ 242 કોલ રિસીવ કરવામાં આવ્યા છે, જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 57 નોંધાયા છે. આ સિવાય 108 ઈમરજન્સીએ શ્વાસ સબંધિત કુલ 183 કોલ એટેન્ડ કર્યા હતા, જેમાં સૌથી વધુ 50 કોલ માત્ર અમદાવાદમાંથી જ આવ્યા હતા.

Ahmedabad: ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો, 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 108ને 4947 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે. આ દરમિયાન આજે પતંગની દોરીથી ગળું કપાઈ જવા, ધાબા પરથી પડી જવા, પતંગ લૂંટવા જતા અકસ્માત જેવા અલગ-અલગ બનાવોમાં બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ઉતરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારોમાં વધારો થયો છે. 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા હતા જેને લઇને સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. OPDમાં 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. અમદાવાદમાં 37 લોકોને દોરીથી ઇજાઓ પહોંચી હતી, જેમાં 34 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કર્યા છે. જ્યારે દર્દીને 4 એડમિટ કરવાની ફરજ પડી હતી.  રાજ્યમાં 143 લોકો દોરીથી ઇજાગ્રસ્ત થયા છે. ધાબા પરથી પડવાના 10થી વધુ કેસ નોંધાયા છે.  

જો જિલ્લા પ્રમાણે ઈમરજન્સી કોલની વિગતો જોઈએ તો, અમદાવાદમાં સૌથી વધુ 732 કૉલ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 320, રાજકોટમાં 235, વડોદરામાં 234, ભાવનગરમાં 157, પંચમહાલમાં 134, દાહોદમાં 130, ગાંધીનગરમાં 118, વલસાડમાં 113 અને જામનગર જિલ્લામાંથી 108ની ટીમે 104 ઈમરજન્સી કૉલ રિસીવ કર્યાં છે. આખા દિવસ દરમિયાન ટૂ-વ્હીલર અકસ્માતના 585 અને ફૉર વ્હીલર અકસ્માતના 172 કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ અનુક્રમે 87 અને 34 કૉલ નોંધાયા છે.

આ સિવાય આજે ઉત્તરાયણના દિવસ દરમિયાન ધાબા પરથી પડવા સબંધિત 284 કૉલ રિસીવ કરવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 76 કોલ નોંધાયા છે. જ્યારે મારામારી સબંધિત કુલ 242 કોલ રિસીવ કરવામાં આવ્યા છે, જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 57 નોંધાયા છે. આ સિવાય 108 ઈમરજન્સીએ શ્વાસ સબંધિત કુલ 183 કોલ એટેન્ડ કર્યા હતા, જેમાં સૌથી વધુ 50 કોલ માત્ર અમદાવાદમાંથી જ આવ્યા હતા.