Ahmedabad: ઉત્તર ઝોનમાં ગંદકી ફેલાવતાં 14 એકમો સીલ : રૂ.1.03 લાખનો દંડ વસૂલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તહેવારો પહેલાં ગંદકી કરતાં એકમો સામે તંત્ર દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન 8.9 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેની સાથે ડેબ્રિજ અને ગંદકી કરવા બદલ 14 એકમોને સીલ કરાયા છે. ઉત્તર ઝોનમાં ગંદકી કરતાં 296 એકમોને નોટિસ ફટકારીને કુલ રૂ.1,03,775 જેટલો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડા કરતાં એકમો સામે હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તવી પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. સ્થાનિકોનો આરોપ છે કે, મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત થાય છે, પણ ઉત્પાદન કરતાં એકમો સામે કાર્યવાહી ન થતી નથી. સફાઈ માટે ઉ.ઝોનમાં સતત તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
What's Your Reaction?






