Ahmedabad: અન્યના નામે લોન લઈ છેતરપિંડી આચરનાર ઠગ દંપતી ઝડપાયુ

પોતાના પરિચિત વ્યક્તિઓને લાલચ આપીને ડોક્યુમેન્ટ લઈ લેતાઅન્ય લોકોના ડોક્યુમેન્ટ મેળવીને તેની પર લોન કરાવી ટૂ વ્હીલર ખરીદતા અને સસ્તા ભાવે વેચી નાખતા આખી મોડ્સ ઓપરેન્ડીની મસ્ટર માઈન્ડ પુષ્પા દવે હોવાનું જાણવા મળ્યુ અમદાવાદના રખિયાલમાં ઠગ દંપત્તિએ બીજાના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી છે. આ દંપતિ ભોગ બનનારના ડોક્યુમેન્ટ મેળવી લઈને તે ડોક્યુમેન્ટ પર લોન કરાવી ટૂ વ્હીલર ખરીદતા હતા અને નજીવી રકમે વેચી રુપિયા મેળવી છેતરપિંડી આચરતા હતા. રખિયાલ પોલીસે આ ઢગ દંપત્તિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી 1 લાખની કિંમતનું નવુ બાઈક કે સ્કૂટી 30કે 40 હજારમાં વેચી દેતા હતા આ દંપત્તિએ છેતરપિંડી કરવા માટે અલગ જ મોડ્સ ઓપરેન્ડી વાપરી છે. આ દંપત્તિનું નામ મયુર રામશંકર દવે અને પુષ્પા મયુર દવે છે. જે પોતાના પરિચિત વ્યક્તિઓને લાલચ આપીને ડોક્યુમેન્ટ લઈ લેતા હતા. જે ડોક્યુમેન્ટ દ્વારા ફરિયાદીની જાણ બહાર અલગ અલગ બેંકોમાંથી વ્હીકલ લોન લઈને એ વ્હીકલ ખરીદી સસ્તા ભાવે વેચી દેતા હતા. આરોપી 1 લાખની કિંમતની નવી જ બાઈક કે સ્કૂટી 30કે 40 હજારમાં વેચી દેતા હતા અને લોનની રકમ પોતે પડાવી છેતરપિંડી કરતા હતા. રખિયાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી જ્યારે ભોગ બનનારની જાણ બહાર લેવાયેલી તેમના નામ પર લોનના હપ્તા ન ભરાય અને બેન્ક કર્મીઓ ભોગ બનનારના ઘરે ટૂ વ્હીલર રિકવર કરવા જાય ત્યારે તેમને જાણ થતી કે તેમની સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે. આ દંપત્તિએ પોતાના પરિચિત હોય એવા અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હતી. જેમાંના એક દામિની બેન નામની મહિલા પણ આવા જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ રખિયાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. આ આખી મોડ્સ ઓપરેન્ડીની મસ્ટર માઈન્ડ પુષ્પા દવે હોવાનું જાણવા મળ્યુ છે. આવી જ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી કર્યાના અનેક પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ આરોપીઓ વિરુદ્ધ આવી જ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી કર્યાના અનેક પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. જેમાં અગાઉ મણિનગર પોલીસે ધરપકડ પણ કરી હતી. હવે આરોપી કામ ધંધો શું કરે છે, કુલ કેટલા લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે અને કેટલા વ્હીકલ આરોપીઓ વેચી ચૂક્યા છે એ બાબતોને લઈને પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Ahmedabad: અન્યના નામે લોન લઈ છેતરપિંડી આચરનાર ઠગ દંપતી ઝડપાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોતાના પરિચિત વ્યક્તિઓને લાલચ આપીને ડોક્યુમેન્ટ લઈ લેતા
  • અન્ય લોકોના ડોક્યુમેન્ટ મેળવીને તેની પર લોન કરાવી ટૂ વ્હીલર ખરીદતા અને સસ્તા ભાવે વેચી નાખતા
  • આખી મોડ્સ ઓપરેન્ડીની મસ્ટર માઈન્ડ પુષ્પા દવે હોવાનું જાણવા મળ્યુ

અમદાવાદના રખિયાલમાં ઠગ દંપત્તિએ બીજાના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી છે. આ દંપતિ ભોગ બનનારના ડોક્યુમેન્ટ મેળવી લઈને તે ડોક્યુમેન્ટ પર લોન કરાવી ટૂ વ્હીલર ખરીદતા હતા અને નજીવી રકમે વેચી રુપિયા મેળવી છેતરપિંડી આચરતા હતા. રખિયાલ પોલીસે આ ઢગ દંપત્તિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આરોપી 1 લાખની કિંમતનું નવુ બાઈક કે સ્કૂટી 30કે 40 હજારમાં વેચી દેતા હતા

આ દંપત્તિએ છેતરપિંડી કરવા માટે અલગ જ મોડ્સ ઓપરેન્ડી વાપરી છે. આ દંપત્તિનું નામ મયુર રામશંકર દવે અને પુષ્પા મયુર દવે છે. જે પોતાના પરિચિત વ્યક્તિઓને લાલચ આપીને ડોક્યુમેન્ટ લઈ લેતા હતા. જે ડોક્યુમેન્ટ દ્વારા ફરિયાદીની જાણ બહાર અલગ અલગ બેંકોમાંથી વ્હીકલ લોન લઈને એ વ્હીકલ ખરીદી સસ્તા ભાવે વેચી દેતા હતા. આરોપી 1 લાખની કિંમતની નવી જ બાઈક કે સ્કૂટી 30કે 40 હજારમાં વેચી દેતા હતા અને લોનની રકમ પોતે પડાવી છેતરપિંડી કરતા હતા.

રખિયાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી

જ્યારે ભોગ બનનારની જાણ બહાર લેવાયેલી તેમના નામ પર લોનના હપ્તા ન ભરાય અને બેન્ક કર્મીઓ ભોગ બનનારના ઘરે ટૂ વ્હીલર રિકવર કરવા જાય ત્યારે તેમને જાણ થતી કે તેમની સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે. આ દંપત્તિએ પોતાના પરિચિત હોય એવા અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હતી. જેમાંના એક દામિની બેન નામની મહિલા પણ આવા જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ રખિયાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. આ આખી મોડ્સ ઓપરેન્ડીની મસ્ટર માઈન્ડ પુષ્પા દવે હોવાનું જાણવા મળ્યુ છે.

આવી જ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી કર્યાના અનેક પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ

આરોપીઓ વિરુદ્ધ આવી જ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી કર્યાના અનેક પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. જેમાં અગાઉ મણિનગર પોલીસે ધરપકડ પણ કરી હતી. હવે આરોપી કામ ધંધો શું કરે છે, કુલ કેટલા લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે અને કેટલા વ્હીકલ આરોપીઓ વેચી ચૂક્યા છે એ બાબતોને લઈને પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.