Ahmedabad Vasna પોલીસે વ્યાજખોરોની ચુંગલમાંથી છૂટવા અરજદારો સાથે યોજયો લોકદરબાર

ઇ-લીગલ મની લેન્ડિંગ એકટીવિટીઝ વિરુદ્ધમાં સ્પેશ્યલ ડ્રાઇવ વાસણા પોલીસ સ્ટેશન ખાતે લોકોને વ્યાજખોરો અને વ્યાજમુક્તિ અંગેની સમજ આપી માહિતગાર કર્યા પોલીસ ઈન્સપેકટર અને પીએસઆઈની હાજરીમાં લોકોએ તેમની વધુ વ્યાજને લઈ વ્યથા જણાવી અમદાવાદ પોલીસે વ્યાજખોરોને લઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે ત્યારે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોને લઈ સ્પેશિયલ મુહિમ યોજાઈ હતી,જેમાં પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટરની હાજરીમાં જે લોકો વ્યાજખોરોને વધુ વ્યાજ ચૂકવે છે તે લોકો સાથે લોકદરબાર યોજયો હતો અને વ્યાજમુકિતને લઈ સમજણ આપી હતી. વાસણા પોલીસે વ્યાજખોરોને લઈ લીધી અરજી વાસણા પોલીસ ઈન્સપેકટરે લોકદરબાર યોજીને તાત્કાલિકના ધોરણે અરજદારો પાસેથી અરજી લીધી હતી,અરજીમા ઉલ્લેખ કરાવ્યો હતો,કે કેટલા સમયથી વ્યાજ લેવામાં આવે છે અને વ્યાજ ચૂકવ્યા પછી પણ કેટલી વધારાની રકમ માંગવામાં આવે છે તેને લઈ તમામ વિગતો અરજીમાં અરજદારોએ લખી હતી,પોલીસે અરજીના આધારે વ્યાજખોરોને બોલાવી પૂછપરછ હાથધરી છે અને જરૂર જણાશે તો ગુનો પણ નોંધવામાં આવશે. 31 જુલાઈ 2024 સુધી ડ્રાઈવ યોજાશે વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી રાજ્યભરમાં તમામ શહેર/જિલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 31મી જુલાઈ સુધી ચાલનારી આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોકદરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થાય એની તકેદારી રાખવા સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય એની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોને લઈ પેટી મૂકાઈ અમદાવાદ પોલીસ દ્રારા અલગ-અલગ પોલીસ સ્ટેશન તેમજ વિસ્તારમાં મોટા ચાર રસ્તાઓ હોય ત્યા વાયાજખોરોને લઈ પેટી મૂકવામાં આવી છે,આ પેટીમાં જે પણ લોકોએ રૂપિયા લીધા હોય વ્યાજખોરો પાસેથી અને તે લોકો વધુ રૂપિયાની માંગણી કરતા હોય તો પેટીમાં વ્યાજખોરનું નામ અને અરજદાર તેનો મોબાઈલ નંબર લખીને ચિઠ્ઠી મૂકી શકે છે જેથી કરીને પોલીસ અરજદાર અને વ્યાજખોર સુધી પહોંચી શકે. વ્યાજખોરોને લઈ પોલીસની મુહીમ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે સરકાર દ્વારા મુહિમ ચાલવવામાં આવી છે અને ઘણા લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબારમાં વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ નોંધાઈ છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વ્યાજખોરો સામે સરકારને આકરા પગલાં લીધા છે અને ઘણા મોટા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. ત્યારે જરૂરિયાત મંદ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે.

Ahmedabad Vasna પોલીસે વ્યાજખોરોની ચુંગલમાંથી છૂટવા અરજદારો સાથે યોજયો લોકદરબાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇ-લીગલ મની લેન્ડિંગ એકટીવિટીઝ વિરુદ્ધમાં સ્પેશ્યલ ડ્રાઇવ
  • વાસણા પોલીસ સ્ટેશન ખાતે લોકોને વ્યાજખોરો અને વ્યાજમુક્તિ અંગેની સમજ આપી માહિતગાર કર્યા
  • પોલીસ ઈન્સપેકટર અને પીએસઆઈની હાજરીમાં લોકોએ તેમની વધુ વ્યાજને લઈ વ્યથા જણાવી

અમદાવાદ પોલીસે વ્યાજખોરોને લઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે ત્યારે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોને લઈ સ્પેશિયલ મુહિમ યોજાઈ હતી,જેમાં પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટરની હાજરીમાં જે લોકો વ્યાજખોરોને વધુ વ્યાજ ચૂકવે છે તે લોકો સાથે લોકદરબાર યોજયો હતો અને વ્યાજમુકિતને લઈ સમજણ આપી હતી.

વાસણા પોલીસે વ્યાજખોરોને લઈ લીધી અરજી

વાસણા પોલીસ ઈન્સપેકટરે લોકદરબાર યોજીને તાત્કાલિકના ધોરણે અરજદારો પાસેથી અરજી લીધી હતી,અરજીમા ઉલ્લેખ કરાવ્યો હતો,કે કેટલા સમયથી વ્યાજ લેવામાં આવે છે અને વ્યાજ ચૂકવ્યા પછી પણ કેટલી વધારાની રકમ માંગવામાં આવે છે તેને લઈ તમામ વિગતો અરજીમાં અરજદારોએ લખી હતી,પોલીસે અરજીના આધારે વ્યાજખોરોને બોલાવી પૂછપરછ હાથધરી છે અને જરૂર જણાશે તો ગુનો પણ નોંધવામાં આવશે.


31 જુલાઈ 2024 સુધી ડ્રાઈવ યોજાશે

વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી રાજ્યભરમાં તમામ શહેર/જિલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 31મી જુલાઈ સુધી ચાલનારી આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોકદરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થાય એની તકેદારી રાખવા સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય એની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોને લઈ પેટી મૂકાઈ

અમદાવાદ પોલીસ દ્રારા અલગ-અલગ પોલીસ સ્ટેશન તેમજ વિસ્તારમાં મોટા ચાર રસ્તાઓ હોય ત્યા વાયાજખોરોને લઈ પેટી મૂકવામાં આવી છે,આ પેટીમાં જે પણ લોકોએ રૂપિયા લીધા હોય વ્યાજખોરો પાસેથી અને તે લોકો વધુ રૂપિયાની માંગણી કરતા હોય તો પેટીમાં વ્યાજખોરનું નામ અને અરજદાર તેનો મોબાઈલ નંબર લખીને ચિઠ્ઠી મૂકી શકે છે જેથી કરીને પોલીસ અરજદાર અને વ્યાજખોર સુધી પહોંચી શકે.

વ્યાજખોરોને લઈ પોલીસની મુહીમ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે સરકાર દ્વારા મુહિમ ચાલવવામાં આવી છે અને ઘણા લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબારમાં વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ નોંધાઈ છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વ્યાજખોરો સામે સરકારને આકરા પગલાં લીધા છે અને ઘણા મોટા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. ત્યારે જરૂરિયાત મંદ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે.