Ahmedabad Vasna પોલીસે ભાડેથી વાસણ લઈ જઈ પરત નહી કરનારા આરોપીઓને દબોચ્યા

હેમંત પ્રવિણભાઈ ધકાણની કરી ધરપકડ કબીર ઓમપ્રકાશ ખજાની કરી ધરપકડ બન્ને આરોપીઓ વાસણાના રહેવાસી તમે તો રસોઈના વાસણ ભાડે નથી આપ્યાને ?જો તમે રસોઈના વાસણ ભાડે આપ્યા હોય અને તમને પરત ના મળ્યા હોય તો ચેતી જજો કેમકે અમદાવાદમાં બે એવા આરોપીઓ ફરી રહ્યાં છે કે,જે રસોઈના વાસણ ભાડે મેળવી તમને અડધા રૂપિયા આપી તમારા વાસણને વેચી કાઢે છે,ત્યારે આવા બે વાસણચોરની વાસણા પોલીસે ધરપકડ કરી સાત ગુનાનો ભેદ ઉકેલ્યો છે. વાસણા પોલીસે આરોપીઓને દબોચ્યા અમદાવાદમાં હવે વાસણચોરો તમને વિશ્વાસમાં લઈ વાસણને બારોબાર વેચી કાઢી તેમાંથી રૂપિયા મેળવવાનું કૌંભાડ સામે આવ્યું છે,વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે,બે આરોપીઓ દ્રારા વાસણ ભાડે લેવા છે તેમ કહી તમારી પાસેથી વાસણ લઈ લે અને તમને તે વાસણની સામે અડધુ ભાડુ પણ આપતા હતા,ત્યારે આ વાસણચોર તમારૂ વાસણ લઈને તેને ભંગારમાં વેચી કાઢી તેમાંથી રૂપિયા ઉપજાવતા હતા,પોલીસને આ વાતની જાણ થતા બે આરોપીઓની ધરપકડ કરી છે. કઈ રીતે આચરતા છેતરપિંડી પોલીસની તપાસમાં સામે આવ્યું છે,કે આરોપી હેમંત ધકાણ અને બીજો આરોપી કબીર ખજા કે જેઓ એક મંડપ ડેકોરેશનની દુકાને જાય છે અને એક દિવસ માટે વાસણો ભાડે જોઈએ છે તેમ કરી તેમની પાસેથી સીંગલ સગડો અને મોટો તાવેતો તથા પાંચ કિંગ પીતળના તપાલા છે છે.ત્યારબાદ આરોપીઓ પોર્ટર મારફતે તે વાસણો મોટા સાધનમાં મૂકાવે છે અને જે તે જગ્યા પર લઈ જાય છે,આરોપીઓ એવા માહીર છે કે,જે લોકેશન પર પોર્ટર બુક કરાવ્યું હોય ત્યાં આગળથી ડ્રાઈવરને અન્ય રૂપિયા આપી વાસણો બીજી જગ્યાએ લઈ જતા અને ત્યાં આ વાસણો એક જગ્યા પર મૂકી દેતા હતા અને ભંગારની દુકાનમાં જઈ વેચી દેતા હતા અને તેમાંથી રૂપિયા મેળવતા હતા,આરોપીઓ જે લોકો પાસેથી વાસણો ખરીદતા હતા તેમને તેમનો મોબાઈલ નંબર પણ ખોટો આપતા જેથી કોઈ ફોન કરી ના શકે. આ કૌંભાડના તાર ગુજરાતમાં જોડાયેલા છે સમગ્ર ઘટનામાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે,આરોપીઓ દ્રારા આ છેતરપિંડી ફકત અમદાવાદમાં જ નહી પરંતુ છેક નવસારી સુધી કરી છે,એટલે કે અલગ-અલગ જિલ્લાઓમાં આરોપીઓએ આ રીતે કૌંભાડ આચર્યું છે,તો પોલીસ તપાસમાં અન્ય ગુનાના પણ ભેદ ઉકેલાયા છે,ત્યારે હવે તમારૂ વાસણ ભાડે આપો તો ખાતરી કરીને આપજો,નહીતર તમારૂ વાસણ આ રીતે ભંગારમાં જતું રહેશે.

Ahmedabad Vasna પોલીસે ભાડેથી વાસણ લઈ જઈ પરત નહી કરનારા આરોપીઓને દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હેમંત પ્રવિણભાઈ ધકાણની કરી ધરપકડ
  • કબીર ઓમપ્રકાશ ખજાની કરી ધરપકડ
  • બન્ને આરોપીઓ વાસણાના રહેવાસી

તમે તો રસોઈના વાસણ ભાડે નથી આપ્યાને ?જો તમે રસોઈના વાસણ ભાડે આપ્યા હોય અને તમને પરત ના મળ્યા હોય તો ચેતી જજો કેમકે અમદાવાદમાં બે એવા આરોપીઓ ફરી રહ્યાં છે કે,જે રસોઈના વાસણ ભાડે મેળવી તમને અડધા રૂપિયા આપી તમારા વાસણને વેચી કાઢે છે,ત્યારે આવા બે વાસણચોરની વાસણા પોલીસે ધરપકડ કરી સાત ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

વાસણા પોલીસે આરોપીઓને દબોચ્યા

અમદાવાદમાં હવે વાસણચોરો તમને વિશ્વાસમાં લઈ વાસણને બારોબાર વેચી કાઢી તેમાંથી રૂપિયા મેળવવાનું કૌંભાડ સામે આવ્યું છે,વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે,બે આરોપીઓ દ્રારા વાસણ ભાડે લેવા છે તેમ કહી તમારી પાસેથી વાસણ લઈ લે અને તમને તે વાસણની સામે અડધુ ભાડુ પણ આપતા હતા,ત્યારે આ વાસણચોર તમારૂ વાસણ લઈને તેને ભંગારમાં વેચી કાઢી તેમાંથી રૂપિયા ઉપજાવતા હતા,પોલીસને આ વાતની જાણ થતા બે આરોપીઓની ધરપકડ કરી છે.

કઈ રીતે આચરતા છેતરપિંડી

પોલીસની તપાસમાં સામે આવ્યું છે,કે આરોપી હેમંત ધકાણ અને બીજો આરોપી કબીર ખજા કે જેઓ એક મંડપ ડેકોરેશનની દુકાને જાય છે અને એક દિવસ માટે વાસણો ભાડે જોઈએ છે તેમ કરી તેમની પાસેથી સીંગલ સગડો અને મોટો તાવેતો તથા પાંચ કિંગ પીતળના તપાલા છે છે.ત્યારબાદ આરોપીઓ પોર્ટર મારફતે તે વાસણો મોટા સાધનમાં મૂકાવે છે અને જે તે જગ્યા પર લઈ જાય છે,આરોપીઓ એવા માહીર છે કે,જે લોકેશન પર પોર્ટર બુક કરાવ્યું હોય ત્યાં આગળથી ડ્રાઈવરને અન્ય રૂપિયા આપી વાસણો બીજી જગ્યાએ લઈ જતા અને ત્યાં આ વાસણો એક જગ્યા પર મૂકી દેતા હતા અને ભંગારની દુકાનમાં જઈ વેચી દેતા હતા અને તેમાંથી રૂપિયા મેળવતા હતા,આરોપીઓ જે લોકો પાસેથી વાસણો ખરીદતા હતા તેમને તેમનો મોબાઈલ નંબર પણ ખોટો આપતા જેથી કોઈ ફોન કરી ના શકે.

આ કૌંભાડના તાર ગુજરાતમાં જોડાયેલા છે

સમગ્ર ઘટનામાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે,આરોપીઓ દ્રારા આ છેતરપિંડી ફકત અમદાવાદમાં જ નહી પરંતુ છેક નવસારી સુધી કરી છે,એટલે કે અલગ-અલગ જિલ્લાઓમાં આરોપીઓએ આ રીતે કૌંભાડ આચર્યું છે,તો પોલીસ તપાસમાં અન્ય ગુનાના પણ ભેદ ઉકેલાયા છે,ત્યારે હવે તમારૂ વાસણ ભાડે આપો તો ખાતરી કરીને આપજો,નહીતર તમારૂ વાસણ આ રીતે ભંગારમાં જતું રહેશે.