Ahmedabad: RPF એ જોધપુરની 2 સગીરાઓને બચાવી; આકિબ અન્સારી અને સૈયદ ઇબ્રાહિમ જેલભેગા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ઓપરેશન રેલ પ્રહરી' હેઠળ ચેકિંગ હાથ ધરી રહેલી RPF ની ટીમને જોધપુરથી બે સગીરાઓ ગુમ થઈ હોવાની અને તેઓ અમદાવાદ તરફ આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે RPF ની ટીમે ટ્રેન નંબર 20693 એક્સપ્રેસમાં સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી
સગીરાની સાથે રહેલા યુવકે પોલીસને જોઈને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ RPF ના સતર્ક જવાનોએ તેને ત્વરિત દબોચી લીધો હતો. પકડાતી વખતે પોતાની પોલ ન ખૂલે તે માટે આરોપીએ પોતાનો મોબાઈલ ફોન ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આણંદ ખાતેથી તે મોબાઈલ રિકવર કરી લીધો હતો. આણંદથી રિકવર કરાયેલા મોબાઈલમાંથી મળેલા ડેટા અને કૉલ ડિટેલ્સના આધારે RPF ને બીજા આરોપીનું ચોક્કસ લોકેશન મળી ગયું હતું. આ લોકેશન અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર મળતાં જ ટીમે તાત્કાલિક ઘેરાબંધી કરી બીજી સગીરા સાથે રહેલા બીજા આરોપીને પણ ઝડપી પાડ્યો હતો.
આરોપીઓની ઓળખ અને ફર્જી આઈડી કાર્ડ્સ
પકડાયેલા આરોપીઓની ઓળખ આકિબ અન્સારી અને સૈયદ ઇબ્રાહિમ તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ મારફતે સગીરાઓના સંપર્કમાં આવ્યા હતા અને તેમને ફોસલાવીને બેંગલુરુ લઈ જઈ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓના મોબાઈલમાંથી સગીરાઓના આઈડી કાર્ડના ફોટોગ્રાફ્સ તેમજ મુસાફરી અને ઓળખ છુપાવવા માટે બનાવેલા બનાવટી ઈ-ઓળખપત્રો (Fake IDs) પણ મળી આવ્યા છે. RPF ની ટીમે બંને સગીરાઓ અને આરોપીઓને RPF પોસ્ટ ખાતે લાવી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે GRP અમદાવાદ ને સોંપ્યા છે. RPF, GRP અમદાવાદ અને જોધપુર પોલીસના સચોટ સંકલનના કારણે બે માસુમ સગીરાઓ કોઈ મોટી મુશ્કેલીમાં મુકાય તે પહેલાં સુરક્ષિત રીતે ઉગરી ગઈ છે.
આ પણ વાંચો: Navsari: કર્ણાવતી સુપરફાસ્ટ ટ્રેનને સ્ટોપેજ અપાયું, મંત્રી સી. આર. પાટીલે બતાવી લીલી ઝંડી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

