Ahmedabad Rain: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ શરૂબોડકદેવ, સિંધુભવન, થલતેજ, વેજલપુરમાં ધોધમાર વરસાદ અમદાવાદવાસીઓને ગરમી અને બફારામાંથી થોડાક અંશે મળી રાહત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે, ત્યારે આગાહી મુજબ આજે સાંજે અમદાવાદમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. શહેરના બોડકદેવ, સિંધુભવન, થલતેજ, વેજલપુર, સેટેલાઈટ, પાલડી, સહિત અલગ અલગ ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.શહેરના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ  ત્યારે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે. સાંજે આવેલા વરસાદ બાદ અમદાવાદવાસીઓને ગરમી અને બફારામાંથી થોડાક અંશે રાહત મળી છે. શહેરના અન્ય વિસ્તાર ગોતા, ઈસ્કોન, એસજી હાઈવે, પ્રહલાદનગર, શિવરંજનીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.  

Ahmedabad Rain: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ શરૂ
  • બોડકદેવ, સિંધુભવન, થલતેજ, વેજલપુરમાં ધોધમાર વરસાદ
  • અમદાવાદવાસીઓને ગરમી અને બફારામાંથી થોડાક અંશે મળી રાહત

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે, ત્યારે આગાહી મુજબ આજે સાંજે અમદાવાદમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. શહેરના બોડકદેવ, સિંધુભવન, થલતેજ, વેજલપુર, સેટેલાઈટ, પાલડી, સહિત અલગ અલગ ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

શહેરના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ 

ત્યારે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે. સાંજે આવેલા વરસાદ બાદ અમદાવાદવાસીઓને ગરમી અને બફારામાંથી થોડાક અંશે રાહત મળી છે. શહેરના અન્ય વિસ્તાર ગોતા, ઈસ્કોન, એસજી હાઈવે, પ્રહલાદનગર, શિવરંજનીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.