Ahmedabad Rain News: વરસાદમાં ખુલી AMCની પોલ, ખાડામાં ખાબક્યા વાહનો

Jun 17, 2025 - 13:30
Ahmedabad Rain News: વરસાદમાં ખુલી AMCની પોલ, ખાડામાં ખાબક્યા વાહનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. અને તંત્રની બેદરકારી પણ સામે આવી છે. તંત્રએ રસ્તા પર ખોદેલા ખાડામાં વાહનો ખાબક્યા છે. તો કેટલાક વાહનો અહીં ફસાયા છે. આ વરસાદી વાતાવરણમાં સ્થાનિકો હેરાન થઇ રહ્યા છે. તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરી પર રહીશોએ પત્ર ઉઠાવ્યા છે.

ખાડામાં ફસાયા વાહનો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે. પરંતુ આ બધાની વચ્ચે સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. તંત્રની નિષ્કાળજી લોકો સમક્ષ આવી છે. વાહનો ખાડામાં ખાબકતા ચાલકો પરેશાન થયા છે. અમદાવાદમાં તંત્રની બેદરકારી સામે જનતાએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. નિકોલ વિસ્તારની સોસાયટી પાસે વાહનો ફસાયા છે. AMCએ ખોદેલા ખાડામાં આ વાહનો ખાબક્યા હતા. કાર, ટુ વ્હીલર અને ટ્રક ખાડામાં ફસાઇ હતી. વાહન ચાલકોએ જણાવ્યુ હતુ કે, પાણી ભરાયા હતા એટલે ખાડો ન દેખાય. હું પોતે ગાડી સાથે ખાડામાં પડ્યો હતો. તો અન્ય વાહન ચાલકે કહ્યુ હતુ કે, ગાડી, પાકીટ અને ફોન ખાડામાં પડ્યા છે

તંત્રના આંખ આડા કાન

ખાડામાં ફસાયેલા વાહનોના ચાલકોએ તંત્રનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. તો તેમાં વાહન ચાલકોને તંત્ર તરફથી નિરાશા સાંપડી હતી. વાહન ચાલકે જણાવ્યુ હતુ કે, AMCમાં ગઈકાલ રાતનો ફોન કરું છું પણ કોઇ કોઈ જવાબ નથી આપતું. તંત્રની બેદરકારીનો ભોગ જનતા બની રહી છે. આ તો ચોમાસાની શરૂઆત છે. તેમાં જ જો આવા હાલ જોવા મળ્યા છે. તો આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી સામે શું પરિસ્થિતિ જોવા મળશે. તેનો માત્ર અંદાજ જ લગાવી શકાય છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0