Ahmedabad Rain: અમદાવાદમાં મન મૂકીને વરસ્યો મેહુલો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદમાં મેઘરાજા થયા મહેરબાનશહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણીઅમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ વરસાદીની આગાહીગુજરાતમાં ચોમાસું જામ્યું છે, તો એવામાં અમદાવાદના હવામાનમાં આજે પલટો આવ્યો છે. હવામાન વિભાગે કરેલી ભારે આગાહી અનુસાર શહેરમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 2 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લી 30 મિનિટથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે પણ આગામી 3 કલાક માટે અમદાવાદમાં રેડ એલર્ટ આપ્યું છે. ઈસનપુર, મણિનગર, કાંકરિયા, બહેરામપુરા, જમાલપુર, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણીશહેરના એસ.જી હાઈવે, સિંધુ ભવન રોડ, જજીસ બંગલો, બોડકદેવ, બોપલ, એલિસબ્રિજ, પાલડી, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, રાણીપ, મણીનગર, શાહપુર, દરિયાપુર, લાલદરવાજા, શેલા, ઘીકાંટા, જમાલપુર, ચાંદખેડા, ચકુડિયા મહાદેવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અચાનક તૂટી પડેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. જેથી વાહન ચાલકો અટવાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નોકરિયાત અને ધંધાદારી વર્ગના ઘરે જવાના સમયે વરસાદ તૂટી પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે મેઘરાજા ધમરોળશેહવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈ નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા, જામનગરમાં હળવા વરસાદની આગાહી છે.

Ahmedabad Rain: અમદાવાદમાં મન મૂકીને વરસ્યો મેહુલો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં મેઘરાજા થયા મહેરબાન
  • શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
  • અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ વરસાદીની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, તો એવામાં અમદાવાદના હવામાનમાં આજે પલટો આવ્યો છે. હવામાન વિભાગે કરેલી ભારે આગાહી અનુસાર શહેરમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે. 

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 2 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લી 30 મિનિટથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે પણ આગામી 3 કલાક માટે અમદાવાદમાં રેડ એલર્ટ આપ્યું છે. ઈસનપુર, મણિનગર, કાંકરિયા, બહેરામપુરા, જમાલપુર, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

શહેરના એસ.જી હાઈવે, સિંધુ ભવન રોડ, જજીસ બંગલો, બોડકદેવ, બોપલ, એલિસબ્રિજ, પાલડી, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, રાણીપ, મણીનગર, શાહપુર, દરિયાપુર, લાલદરવાજા, શેલા, ઘીકાંટા, જમાલપુર, ચાંદખેડા, ચકુડિયા મહાદેવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

અચાનક તૂટી પડેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. જેથી વાહન ચાલકો અટવાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નોકરિયાત અને ધંધાદારી વર્ગના ઘરે જવાના સમયે વરસાદ તૂટી પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે મેઘરાજા ધમરોળશે

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈ નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા, જામનગરમાં હળવા વરસાદની આગાહી છે.