Ahmedabad Plane Crashના 17 મૃતકોના અવશેષોની અંતિમવિધિ કરાઈ, જુઓ VIDEO

Jul 8, 2025 - 23:00
Ahmedabad Plane Crashના 17 મૃતકોના અવશેષોની અંતિમવિધિ કરાઈ, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 17 મૃતકોના અવશેષોની અંતિમ વિધિ કરવામાં આવી છે. અલગ અલગ ધર્મના 17 લોકોની અંતિમ ક્રિયા ધાર્મિક વિધિથી કરવામાં આવી છે. DNA મેચ થયા બાદ પરિવારે સિવિલ હોસ્પિટલને અંતિમ ક્રિયા કરવા માટેની પરવાનગી આપી હતી. અંતિમ ક્રિયામાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે.

વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા

તમને જણાવી દઈએ કે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ જણાવ્યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા છે. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા છે. અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઈ ચુકી છે. 254 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 241 પેસેન્જર અને 13 નોન પેસેન્જર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. એર ઈન્ડિયા દ્વારા 20 જૂન 2025થી વચગાળાનું વળતર પરિવારજનોને ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં અત્યાર સુધીમાં 3 પરિવારોને વળતરની ચુકવણી કરવામાં આવી છે અને બાકીના તમામ ક્લેમની પ્રક્રિયા પણ ચાલુ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0