Ahmedabad Plane Crash: અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝે ઘટના સ્થળની મુલાકાત લીધી, USની કોર્ટમાં તમામ પુરાવા વકીલ રજૂ કરશે

Aug 10, 2025 - 11:30
Ahmedabad Plane Crash: અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝે ઘટના સ્થળની મુલાકાત લીધી, USની કોર્ટમાં તમામ પુરાવા વકીલ રજૂ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝે  અમદાવાદમાં ઘટના સ્થળની મુલાકાત લીધી છે. માઇક એન્ડ્રુઝે ઘટના સ્થળે કર્યુ નિરીક્ષણ કર્યું હતું. કાયદાકીય પ્રક્રિયા હેઠળ વકીલ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. પીડિત પરિવારોએ બોઇંગ કંપની સામે US ફેડરલ કોર્ટમાં અરજી કરી છે. માઇક એન્ડ્રુઝ બોઇંગ કંપની સામે કેસ લડી રહ્યા છે.

માઇક એન્ડ્રુઝે અમદાવાદમાં ઘટના સ્થળની મુલાકાત લીધી 

માઇક એન્ડ્રુઝ ગુજરાતમાં એક સપ્તાહ માટે મુલાકાત પર આવ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરામાં પીડિત પરિવારોને મળશે. દીવ અને લંડન ખાતે પીડિત પરિવારોને મળશે. ફ્લાઈટ ડેટા રેકોર્ડરનો રો ડેટા આપવા માંગ કરશે. USની કોર્ટમાં તમામ પુરાવા વકીલ રજૂ કરશે. પીડિતોનું કહેવું છે કે કંપની અને વિમાનમાં ખામી આ અકસ્માત માટે જવાબદાર છે.

અમદાવાદ પ્લેન ક્રેશ

અમદાવાદ પ્લેન ક્રેસમાં જીવ ગુમાવનારા 60 મૃતકોના પરિવારોએ હવે અમ્રિકન કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. પીડિત પરિવારોએ બોઈંગ કંપની સામે અરજી દાખલ કરી છે. આ માટે અમેરિકાના પ્રખ્યાત વકીલને રાખવામાં આવ્યા છે. 12 જૂન 2025ના વિમાન ક્રેશ થવાની ઘટના બની હતી. પ્લનમાં ભીષણ આગ લાગી હતી અને પ્લેનમાં સવાર 242 લોકોમાંથી 229 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોના મોત થયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0