Ahmedabad News: હાઈકોર્ટના કડક આદેશો છતાં રાજ્યમાં ફાયર સેફ્ટીની સ્થિતિ રામ ભરોસે

Apr 2, 2026 - 07:30
Ahmedabad News: હાઈકોર્ટના કડક આદેશો છતાં રાજ્યમાં ફાયર સેફ્ટીની સ્થિતિ રામ ભરોસે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર સહિત ફાયર સેફ્ટીની સુવિધા અને ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં ખુદ હાઈકોર્ટ દ્વારા જ અમદાવાદ શહેર સહિત રાજ્યભરની સંબંધિત તમામ ઊંચી ઈમારતો, શાળાઓ સહિતની ઈમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા લગાવવાના વારંવાર હુકમો કર્યા હોવા છતાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારોમાં હજુ સુધી આ હુકમોનું ચુસ્ત અને અસરકારક પાલન થયું નથી.અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ મેઝર્સ એક્ટ 2003 અને તેના નિયમોની કોઈ અમલવારી જ થઈ રહી નથી.

અહેવાલ પણ હાઈકોર્ટના રેકોર્ડ પર રજૂ કરાયો નથી

2020માં દાખલ થયેલી આ જાહેરહિતની રિટ અરજીમાં આજે છ વર્ષ થવા છતાં,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત તમામ કોર્પોરેશનો કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઊંચી ઈમારતો, શાળા-કોલેજો. હોસ્પિટલો, ફેક્ટરીઓ-કારખાનાઓ, ગેમિંગ ઝોન સહિતના સંબંધિત સ્થળોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની અમલવારી અંગે સ્પષ્ટ ચિત્ર રજૂ કરતો અદ્યતન અહેવાલ પણ હાઈકોર્ટના રેકોર્ડ પર રજૂ કરાયો નથી.

અદાલતના હુકમોની અવગણના અને અવહેલના

કેટલી ઈમારતો, હોસ્પિટલો, શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટીની અમલવારી થઈ છે, કેટલામાં બાકી છે અને કેટલામાં હજુ પ્રક્રિયા પ્રગતિમાં છે તે સહિતની વિગતો અંગે સરકાર કે તમામ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા કોઈ ફોડ પાડવામાં પણ આવી રહ્યો નથી. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં કેટલાય ગેમિંગ ઝોન અને મનોરંજન કેન્દ્રો ધમધમી રહ્યા છે, છતાં સરકાર, કોર્પોરેશનો કે સંબંધિત સત્તાવાળાઓને જાણે માણસના જીવની કોઈ કિંમત નથી. તેઓ નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે અદાલતના હુકમોની અવગણના અને અવહેલના કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ Middle East સંકટ પર CCSની બેઠક પૂર્ણ, PM મોદીએ કહ્યું 'જનતા પર ના પડે યુદ્ધની અસર'


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0