Ahmedabad News: સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ બન્યું મેન્ટર સિટી, મનપા કેમ્પસમાં આતશબાજી કરી ઉજવણી કરાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત દેશમાં 'સ્વચ્છતા મેન્ટર શહેર' તરીકેનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 11 નવેમ્બરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કરાયો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ શહેરમાં સફાઈકર્મીઓનું ભવ્ય સન્માન કરીને તેમની અવિરત સેવા અને રાતદિવસની મહેનતને બિરદાવવામાં આવી હતી. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં અમદાવાદે જોડિયા શહેર તરીકે અનોખી ભૂમિકા ભજવીને આ વિશિષ્ટ એવોર્ડ હાંસલ કર્યો છે. સાણંદ શહેરનો ગત વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં 753મો નંબર આવ્યો હતો. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતત સહયોગ અને માર્ગદર્શનના કારણે સાણંદની કાયાપલટ થઈ છે. આ એવોર્ડ મળતાં જ
સફાઈ કર્મચારીઓ દિવસ-રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે.
આ સહિયારા પ્રયાસોથી સાણંદ હવે સીધું અમદાવાદ સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક પર પહોંચી ગયું છે. દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં 11 નવેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે આ બહુમાન એનાયત કરવામાં આવ્યું હતું. અમદાવાદે એક સક્ષમ મેન્ટર તરીકે સાબિત થઈને અન્ય નગરપાલિકાઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ સિદ્ધિ મળતાં જ તંત્ર દ્વારા 21 જેટલા ઉત્સાહી સફાઈકર્મીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ શહેરના દરેક વોર્ડમાં ત્રણ-ત્રણ શ્રેષ્ઠ સફાઈકર્મીઓને પુષ્પ અર્પણ કરીને તેમજ મીઠાઈ ખવડાવીને તેમનું વિશેષ સન્માન કરાયું હતું. શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે અંદાજે 12 હજાર જેટલા સફાઈ કર્મચારીઓ દિવસ-રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે.
પર્યાવરણની જાળવણી સુનિશ્ચિત કરવામાં આવી
અમદાવાદના મેયર હિતેષ બારોટે કહ્યું હતું કે, સામાન્ય દિવસો ઉપરાંત દિવાળી જેવા મોટા તહેવારોમાં પણ આ કર્મયોગીઓ વહેલી સવારે 5 વાગ્યાથી માર્ગો પર સફાઈ કામગીરી શરૂ કરી દેતા હોય છે. આ કર્મચારીઓની નિષ્ઠાવાન કામગીરી અને અથાક પરિશ્રમના પરિણામે જ અમદાવાદ શહેરને આ સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત થઈ શક્યો છે. શહેરમાંથી દરરોજ લાખો મેટ્રિક ટન કચરો એકત્ર કરવામાં આવે છે, જેનું વ્યવસ્થિત વૈજ્ઞાનિક ઢબે સંચાલન કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા દરેક ઘરેથી ભીનો અને સૂકો કચરો અલગ લેવાની ખાસ ઝુંબેશ શરૂ કરીને તેની પ્રોસેસિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ વ્યવસ્થાના માધ્યમથી કચરામાંથી કંચન બનાવવાની સફળ કામગીરી અત્યારે શહેરમાં કરવામાં આવી રહી છે. સંગ્રહિત કચરાનું યોગ્ય વર્ગીકરણ અને તેનું રિસાયકલિંગ કરીને પર્યાવરણની જાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Kishtwar News: કિશ્તવાડના જંગલમાંથી ગુમ થયેલા બે SPOના મૃતદેહ મળ્યા, આતંકીઓએ ગોળીઓથી વીંધી નાખ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

