Ahmedabad News : સગીરા પર દુષ્કર્મના કેસમાં નરાધમને સખત સજા, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની જેલ

Nov 5, 2026 - 15:30
Ahmedabad News : સગીરા પર દુષ્કર્મના કેસમાં નરાધમને સખત સજા, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની જેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં સગીરાઓ સામેના ગુનાઓમાં ન્યાય પ્રક્રિયા ઝડપી અને કડક બનતી જોવા મળી રહી છે. તાજેતરમાં અમદાવાદની વિશેષ પોક્સો કોર્ટ દ્વારા એક અત્યંત સંવેદનશીલ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. અગાઉ 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુનામાં 23 વર્ષીય આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે પુરાવાઓ અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને નરાધમ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જે કાયદાકીય સ્તરે એક મોટો દાખલો બેસાડનાર છે.

સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસની વિગત એવી છે કે આરોપીએ સગીરાને ગોવા લઈ જવાની લાલચ આપી હતી અને તેને તેના ઘરથી ફોસલાવીને ભગાડી ગયો હતો. ત્યારબાદ અલગ-અલગ જગ્યાએ રાખીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પીડિતાના પરિવારજનો દ્વારા તાત્કાલિક સરદારનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મના ગુના હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને ઝડપી પાડીને તેની વિરુદ્ધ કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.

ભોગ બનનાર સગીરાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો વિશેષ આદેશ

કોર્ટે ચુકાદો આપતી વખતે માત્ર સજા જ ફટકારી નથી પરંતુ પીડિતાના પુનર્વસન અને ન્યાયને ધ્યાનમાં રાખીને ભોગ બનનાર સગીરાને રૂપિયા 4 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓ અને સાક્ષીઓની ગવાહીના આધારે કોર્ટે આ કડક પગલું ભયુ છે. આ ચુકાદાથી પીડિત પરિવારને રાહત મળી છે અને સમાજમાં એક સશક્ત સંદેશ ગયો છે કે સગીરાઓ સાથે અત્યાચાર આચરનારાઓને કાયદો ક્યારેય છોડશે નહીં.

આ પણ વાંચો : Jamnagar News : ફટાકડાના ભાવ વધારાથી દિવાળીની ચમક ફીકી પડી, મોંઘવારીએ ગ્રાહકોને મૂંઝવણમાં મૂક્યા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0