Ahmedabad News: વિરમગામમાં ગમખ્વાર અકસ્માત, એક જ બાઈક પર સવાર 5 લોકોમાંથી ત્રણના મોત

Apr 24, 2026 - 18:00
Ahmedabad News: વિરમગામમાં ગમખ્વાર અકસ્માત, એક જ બાઈક પર સવાર 5 લોકોમાંથી ત્રણના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વિરમગામના વંથળ ગામથી કમીજલા ગામ તરફ જતાં રોડ પર એક બાઈકનો અકસ્માત સર્જાતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર પાંચ લોકોમાંથી ત્રણના ઘટના સ્થળે જ મોત થયા છે. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા વિરમગામની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બાઈક પર સવાર હતા પાંચ લોકો

ઘટનાની મળતી માહિતી અનુસાર, બાઈક પર કુલ પાંચ લોકો સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતા આ 'પાંચ સવારી' બાઈકને એક પીકઅપચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જી પીકઅપચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસ તપાસનો ધમધમાટ

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત સર્જનાર પીકઅપચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એક જ બાઈક પર પાંચ સવારી હોવાથી બાઈક પરથી કાબુ ગુમાવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad News: શારદાબેન હોસ્પિટલ પાસે બુટલેગરો બન્યા બેફામ, ખંડેરમાં ચાલતા દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ, એકની ધરપકડ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0