Ahmedabad News : વાઈબ્રન્ટ નવરાત્રિમાં 100થી 200 રૂપિયા કોઈ મોટો ચાર્જ નથી, કોંગ્રેસ પાસે અધૂરી માહિતી છેઃ DyCm હર્ષ સંઘવી

Sep 27, 2026 - 16:00
Ahmedabad News : વાઈબ્રન્ટ નવરાત્રિમાં 100થી 200 રૂપિયા કોઈ મોટો ચાર્જ નથી, કોંગ્રેસ પાસે અધૂરી માહિતી છેઃ DyCm હર્ષ સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા યોજાતી વાઈબ્રન્ટ નવરાત્રિ આ વર્ષે નવા સ્વરૂપમાં યોજાવાની છે. અત્યાર સુધી સામાન્ય લોકો માટે નિઃશુલ્ક રહેતા આ સરકારી ગરબા મહોત્સવમાં હવે રૂપિયા ચૂકવવા પડશે. પ્રથમ નોરતે પ્રવેશ મફત છે, જ્યારે બીજા નોરતાથી નવમા નોરતા સુધી ખેલૈયાઓ અને ગરબા રસિકોએ 100થી 3000 સુધીની કિંમતનો ઓનલાઈન પાસ ખરીદવો પડશે. પાસનું બુકિંગ ખાનગી એપ પર શરૂ કરાયું છે. ત્યારે આ સિસ્ટમને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ માત્ર એક ટોકન પાસ સિસ્ટમ છે.  

નાયબ મુખ્યમંત્રીનું નિવેદન

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત વાઈબ્રન્ટ ગરબામાં આ માત્ર 100 કે 200 રૂપિયાનું નોમિનલ ટોકન છે જેનો હેતુ કોઈ મોટો ચાર્જ વસૂલવાનો નહીં પરંતુ લોકોની સુવિઘા અને વ્યવસ્થા જાળવવાનો છે. તેમણે કોંગ્રેસના આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસે અધૂરી માહિતી વાંચી છે. આ ઓનલાઈન ટોકન સિસ્ટમથી નાગરિકો સરળતાથી બુકિંગ કરાવીને ગરબા સ્થળે સીધી એન્ટ્રી મેળવી શકશે. આયોજનમાં દિવ્યાંગો અને દૂરના ગામડાઓમાંથી આવતા લોકોને પણ સરળતાથી પ્રવેશ મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા વિશેષ વ્યવસ્થા અને આયોજન કરવામાં આવશે.

કોંગ્રેસનો સરકાર પર આક્ષેપ

વાઇબ્રન્ટ ગરબા અને જીએમડીસી ગ્રાઉન્ડના પાસ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાવા મુદ્દે કોંગ્રેસે આકરા પ્રહારો કરતા તેને આસ્થાનું વેપારીકરણ ગણાવ્યું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે અગાઉ સરકાર દ્વારા ઉજવાતા આ ઉત્સવમાં હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી ફી વસૂલવામાં આવી રહી છે. જે ખાનગી પાર્ટી પ્લોટ જેવું જ વેપારીકરણ છે. ગુજરાતમાં પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો માટે ગરબા રમવા જવાના શોખ પર આ પ્રકારે ફી લાદવી એ તેમના પર વધુ એક મોંઘવારીનો આર્થિક માર સમાન છે.

GMDC ગ્રાઉન્ડને બે ઝોનમાં વહેંચવામાં આવ્યું

વાઈબ્રન્ટ નવરાત્રીમાં નવી વ્યવસ્થા હેઠળ GMDC ગ્રાઉન્ડને બે ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. સામાન્ય ખેલૈયાઓ માટેના સેલિબ્રેશન ઝોનમાં બીજા નોરતાથી પાંચમા નોરતા સુધી પ્રતિ વ્યક્તિ રૂ. 100 અને છઠ્ઠાથી નવમા નોરતા સુધી રૂ. 250 ચાર્જ રહેશે. જ્યારે સ્ટેજ નજીકના પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોનમાં પ્રતિ વ્યક્તિ અનુક્રમે રૂ. 200 અને રૂ. 500 ચૂકવવા પડશે. ગ્રુપ બુકિંગ માટે સેલિબ્રેશન ઝોનમાં રૂ. 300 થી રૂ.600 તથા રૂ. 750 થી રૂ. 1500 સુધીના ગ્રુપ પાસ, જ્યારે પ્રીમિયમ ઝોનમાં ગ્રુપ પાસના દર રૂ. 600 થી રૂ. 1200 અને રૂ. 1500 થી રૂ. 3000 સુધી રહેશે. આ વર્ષે ગરબા મહોત્સવનો સમય સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પારંપરિક અને અર્વાચીન ગરબા યોજાશે. ત્યારબાદ સવારે 4 વાગ્યા સુધી દેશી ઢોલના તાલે પરંપરાગત મંડળી ગરબાનું આયોજન થશે.

આ પણ વાંચોઃ Gujarat Weather News : રાજ્યમાં ચોમાસાની વિદાય ટાણે ગરમીમાં વધારો, જાણો ક્યાં સુધી વરસાદની શકયતાઓ છે?



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0