Ahmedabad News: વટવાની કેમિકલ કંપનીમાં આગ, અફરા તફરીનો માહોલ સર્જાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આગની ઘટનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે વટવા વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. રામદેવ એસ્ટેટમાં કેમિકલ કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો. વટવા જીઆઈડીસી ફેઝ 4માં આગ લાગી હતી. આગની જાણ ફાયર વિભાગમાં કરાતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરુ કર્યા હતા. ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
વટવામાં કેમિકલ કંપનીમાં આગ
અમદાવાદમાં આગની ઘટના વધી રહી છે. ત્યારે ફાયર સેફ્ટીની તપાસ ફરજિયાત બની છે. કંપનીઓમાં આગ લાગવાની સંખ્યાનો આંકડો વધ્યો છે. વટવા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ગણાય છે. તેમાં મોટી સંખ્યામાં કંપનીઓ, ફેક્ટ્રીઓ આવેલી છે. જેના કારણે ફાયર સેફ્ટીની સુવિધા હોવી જરુરી છે. હાલ વટવામાં આવી કેમિકલ કંપનીમાં આગનો મામલો સામે આવ્યો હતો. વટવા જીઆઈડીસી ફેઝ 4માં આગ લાગી હતી. રામદેવ એસ્ટેટમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના વટવા વિસ્તારમાં જીઆઈડીસી ફેઝ 4માં રામદેવ એસ્ટેટ કેમિકલ કંપનીમાં આગ લાગતા ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. અને જાનમાલના નુકસાન અંગે પણ માહિતી સામે આવી નથી.
What's Your Reaction?






