Ahmedabad News: રિવરફ્રન્ટ પર તણાઈને આવેલા 100 સાપનું રેસ્ક્યૂ કરાયું, સાબરમતી નદીના પાણીમાં 250થી વધુ સાપ દેખાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે ધરોઈ ડેમમાં જબરદસ્ત પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી પાણ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પાણીનું લેવલ વધતાં વોક વે પર પાણી ફરી વળ્યાં છે. બીજી તરફ પાણીમાં સાપ આવતા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ છે.
પાણીના વહેણમાં સાપ આવી જાય છે
અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. રિવરફ્રન્ટ પર નારાયણ ઘાટની અંદર ઉપરવાસમાંથી આવેલા પાણી ફરી વળ્યાં છે. પાણીમાં સાપ આવી જતાં લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યાં છે. રિવરફ્રન્ટ પર ફોરેસ્ટ વિભાગના વોલેન્ટિયર તૈનાત કરવામાં આવ્યાં છે.રિવરફ્રન્ટ પર આવતા સાપનું રેસ્ક્યુ કરવા માટે ટીમ તૈનાત કરાઈ છે. રેસ્ક્યૂ ટીમે કહ્યું હતું કે, પાણીના સાપ છે જેથી લોકોએ ડરવાની જરૂર નથી. અત્યાર સુધીમાં 100 સાપ પકડ્યા છે અને 250થી વધુ સાપ પાણીમાં દેખાય છે. પાણીના વહેણમાં સાપ આવી જાય છે.
સુભાષબ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરાયું છે
અમદાવાદના રિવરફ્રન્ટના વોક વે પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યાં છે. રિવરફ્રન્ટનો લોઅર પિરામિડ પાણીમાં ગરકાવ થયો છે.રિવરફ્રન્ટ વોક વે સહેલાણીઓ માટે બંધ કરાયો છે. જ્યારે સુભાષબ્રિજ ખાતે વાઈટ સિગ્નલ લગાવાયું છે. અમદાવાદના વાસણા બેરેજમાંથી 96 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. પાણી છોડતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સુભાષબ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરાયું છે.
What's Your Reaction?






