Ahmedabad News: રફતારના રાક્ષસ સામે કોર્ટનું આકરૂ વલણ, તથ્ય પટેલ 1 કરોડ ભર્યા બાદ જેલમુક્ત થશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા કેસમાં સુપ્રીમ કોર્ટેના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માની ખંડપીઠે આખરે તથ્ય પટેલને જામીન પર મુક્ત કર્યો છે. 20મી જુલાઈ 2023ના રોજ તથ્ય પટેલની ધરપકડ કરી ત્યારથી તે જેલમાં હતો. આશરે 1,032 દિવસ જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો.
ગ્રામ્ય કોર્ટે શરતોને આધીન મુક્ત કરવા આદેશ કર્યો
તથ્યને સુપ્રીમ કોર્ટે ભલે રેગ્યુલર જામીન પર મુક્ત કર્યો હોય પરંતુ તેને જેલની બહાર આવવા માટે વધુ એક પડકારનો સામનો કરવો પડે એમ છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે શરત મૂકી કે, તથ્ય પટેલે કોર્ટમાં 1 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. આ રકમ મૃતક 9 નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને સહાય તરીકે ચૂકવવામાં આવશે. આ રકમ જમા કરાવ્યા બાદ જ તથ્ય પટેલ જેલમુક્ત થઈ શકશે. ગ્રામ્ય કોર્ટે શરતોને આધીન મુક્ત કરવા આદેશ કર્યો છે.
ચાર્જફ્રેમ કરવા માટે 853 દિવસ લાગ્યાં
તથ્ય પટેલ સામે ચાર્જફ્રેમ કરવા માટે 853 દિવસ લાગ્યાં હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ અને ચાર્જફ્રેમ કર્યા બાદ જામીન અરજી કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે મહત્વના સાક્ષીઓની જુબાની ત્રણ માસમાં પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેના પગલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ત્રણ માસમાં કુલ 28 સાક્ષીઓની જુબાની અને ઉલટ તપાસ પૂરી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તપાસનીશ અધિકારી દ્વારા કેસનો પ્રગતિ અહેવાલ એફ્ડિેવિટમાં રજૂ કર્યો હતો. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેદી નંબર-8683 તથ્ય પટેલ હવે ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે.
આ પણ વાંચોઃ IMD Weather: ખેડૂતો માટે ચિંતાના સમાચાર,આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે, IMDની મોટી આગાહી!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

