Ahmedabad News: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેઈલનું રહસ્ય એક ડાયરીમાં છુપાયું છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભરેલા 100થી વધુ ઇમેલ કરનાર સાયબર ક્રાઈમ ગર્લની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સાયબર ક્રાઈમને 200 પેજની બે ડાયરી મળી આવી છે.આરોપી રેની જોશિલદા પાસેથી વર્ષ 2023 અને વર્ષ 2024ની ડાયરી મળી આવી છે. જે ડાયરી ભગવાનને સંબોધિત કરીને લખી છે.જેમાં દિવસ દરમિયાનની દિન ચર્યા અને ફેક એકાઉન્ટ જે આરોપીએ બનાવ્યા હતા.આ ઉપરાંત માતા પિતા પ્રત્યે ના પ્રેમ અને એક તરફી પ્રેમી ડિવિજ પ્રભાકર વિશે લખેલું મળી આવ્યું છે.આ ડાયરી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ માટે મહત્વનો પુરાવો બની રહેશે.
213 પેમેન્ટ કર્યાની હિસ્ટ્રી મળી આવી
સાઈબર ક્રાઈમના અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપી રેની જોશિલદા જે ધમકી ભરેલ ઇમેઇલ કરતી હતી. તેમાં પોલીસથી બચવા માટેથી વર્ચ્યુઅલ નંબર સહિત ડાર્ક વેબનો ઉપયોગ કરી જે જે ઇમેઇલ કરી રહી હતી.જેમાં બચવા માટે જે એપ્લિકેશન ઓનલાઇન ખરીદી કરતી કે વર્ચ્યુઅલ નંબર મેળવતી હતી. તેના માટેના 213 પેમેન્ટ કર્યાની હિસ્ટ્રી મળી આવી છે.જે તમામ રૂપિયા ડોલરમાં ઓનલાઇન ચૂકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ધમકી ભરેલ ઇ મેઇલ મોકલવાની ફરિયાદ નોંધાઈ
સાયબર ક્રાઈમના અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપી રેની જોશીલદા વિરૂધ્ધ અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાંચ , સરખેજ , ચાંદખેડા અને બોપલ પોલીસી સ્ટેશનમાં ધમકી ભરેલ ઇ મેઇલ મોકલવાની ફરિયાદ નોંધાઈ છે.ત્યારે હાલ રેની જોશિલદાને બોપલ પોલીસ ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં હતી ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની મહિલા પોલીસ કર્મચારી સાથે ઝગડો કરી મહિલા કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી જે મામલે વધુ એક ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશન માં નોંધાઈ છે.
મહિલા આરોપીના પ્રેમી ડિવિજ પ્રભાકરનું નિવેદન લીધું
ઈમેલથી બૉમ્બ બ્લાસ્ટની ધમકી કેસમા કર્ણાટક પોલીસ , મુંબઈ પોલીસ, હિમાચલ પ્રદેશ પોલીસ , તમિલનાડુ પોલીસ અને ગોવા પોલીસે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો છે. આરોપી રેની જોશિલદાએ 100થી વધુ મેઈલ કરીને ધમકી આપી હતી.આ ઉપરાંત પોલીસે મહિલા આરોપીના પ્રેમી ડિવિજ પ્રભાકરનું નિવેદન લીધું હતું. જેમાંથી ઘણી ચોકાવનારી માહિતી મળી આવી છે.અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ આરોપી રેની જોશિલદાનો હજુ એક મોબાઈલ શોધી રહી છે.જે મોબાઈલમાં કોઈ સીમકાર્ડ નાખ્યું ન હતું અને માત્ર વાઈફાઈ સાથે કનેક્ટ કરીને તેમાંથી જ બધા ધમકી ભરેલ ઇમેઇલ કરવામાં આવ્યા છે.
આરોપી રેની જોશિલદા પૂછપરછમાં સાથ સહકાર નથી આપતી
આરોપી રેની જોશિલદા પૂછપરછમાં સાથ સહકાર ન આપતી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આરોપી રેની જોશિલદાની ધરપકડ બાદ વધુ બે ધમકી ભરેલ ઇમેઇલ પણ મળી આવ્યા હતા.જેમાં એક ઇમેઇલ હાઇકોર્ટ માં અને બીજો વડોદરા ની શાળામાં જે આરોપી રેની જોશિલદાના સમર્થનમાં કરવામાં આવ્યા હતા.આ મેઈલ મદ્રાસી ટાઇગર અને તમિલ ટાઇગર ના નામથી થયા છે.રેની અને અત્યારના ઈમેલની અલગ થિયરી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.જેથી ધમકી ભરેલા ઇમેઇલ રેની સાથે સંડોવાયેલ વ્યક્તિ કરે છે કે અન્ય કોઈ વ્યક્તિ આ ઘટના નો ફાયદો લઈ ને ધમકી ભરેલ ઇમેઇલ મોકલી રહયો હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
What's Your Reaction?






