Ahmedabad News: બોપલમાં વરસાદી પાણી ગટરના પાણી સાથે ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં બોપલ અને ઘૂમા વિસ્તારમાં વરસાદને કારણે અનેક સમસ્યાઓ ઉભી થવા પામી છે. શહેરના બોપલ વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતાં પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વિકાસના દાવા કરતા સત્તાધિશો અને સ્માર્ટ સિટીના સ્માર્ટ તંત્રના અધિકારીઓને પ્રજાની મુશ્કેલીઓની કોઈ પણ પ્રકારની ચિંતા જ ના હોય તે રીતે કામ થઈ રહ્યું છે. લોકોએ ગટરના પાણીનો નિકાલ કરવા માટે તંત્ર સમક્ષ માગ કરી છે.
ગટરના પાણીમાં પસાર થવા સ્થાનિકો મજબૂર
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બોપલ વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. લોકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે પહેલા જ ગટરના પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોએ છેલ્લા 15 દિવસથી તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. લોકોનું કહેવું છે કે, તંત્ર ટેક્સ વસૂલે છે તો સેવા પણ આપે.
તંત્ર સામે રહીશોની પાણીના નિકાલ માટે માગ
બોપલ વિસ્તારમાં વરસાદી પાણી ગટર સાથે ભળીને ઉભરાયા છે. જેમાંથી પસાર થતાં સ્થાનિક લોકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, દર વર્ષે સમયસર ટેક્સ ભરીએ છીએ પણ તંત્ર દ્વારા સુવિધાઓ આપવામાં આવતી નથી. તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને ટેક્સ વસૂલવાની સાથે સેવા પણ આપે. છેલ્લા 15 દિવસથી લોકો રજૂઆત કરી રહ્યાં છે પણ 15 મિનિટનો સમય પણ તંત્ર ફાળવી નહીં શકતાં લોકો રોષે ભરાયા છે.
What's Your Reaction?






