Ahmedabad News : બુલેટ ટ્રેનની કામગીરીના કારણે શહેરના આ વિસ્તારમાં વાહનોની અવર-જવર પર મુકાયો પ્રતિબંધ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Oct 4, 2025 - 20:30
Ahmedabad News : બુલેટ ટ્રેનની કામગીરીના કારણે શહેરના આ વિસ્તારમાં વાહનોની અવર-જવર પર મુકાયો પ્રતિબંધ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લી.,કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામકાજ અંતર્ગત કેડીલા બ્રિજની ઉપરના ભાગે પીલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે. કામગીરી તા.06/04/2025થી ચાલુ છે. પરંતુ કેડીલાબ્રીજ ઉપર ટેકનીકલ કારણોસર તથા રેલ્વેના શેડ્યુલને કારણે સદર કામગીરી સમય-મર્યાદામાં પુર્ણ થઈ શકી નથી. જેથી આ કામગીરી વધુ તા.15/11/2025 સુધી ફક્ત રાત્રીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

કેડીલા બ્રીજ ઉપર આવેલ ત્રણ રસ્તા પૈકી મધ્ય ભાગમાં આવેલા BRTS રોડ ઉપયુકત સમયગાળા માટે બંને છેડાથી આશરે 600 મીટર જેટલો બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ

1. કેડીલા બ્રીજ ઉપરથી અવર-જવર માટે થતી BRTS બસ દિવસ દરમિયાન બાજુમાં આપેલા બંને રોડનો ઉપયોગ કરી શકશે.

2. સદર કેડીલા બ્રીજ ઉપર રાત્રી દરમિયાન અવર-જવર કરતાં વાહનો બંને બાજુ આવેલા રોડનો વારાફરતી ઉપયોગ કરી શકશે. એટલે કે જે સાઈડનું કામ ચાલુ રહેશે તેની બાજુના રોડ ઉપર વાહન અવર-જવર કરશે.

સરસપુરમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાનું હોવાથી રોડ બંધ રહેશે

બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સરસપુર હંજર સિનેમા પાસે આવેલા આર.સી.ટેકનીકલ પાસે કોર્નર ઉપર બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાનું કામકાજ દિનેશચંદ્ર આર.અગ્રવાલ કંપની દ્વારા ચાલુ છે. જે સ્ટેશનના પાછળના ભાગે બુલેટ ટ્રેનના ટ્રેકનો પીલ્લર બનાવવાનું કામકાજ ચાલુ કરવાનું હોય ફૈઝાન સ્કુલથી નવું નિર્માણ પામેલા બુલેટ ટ્રેન સ્ટેશન સુધી 25-મીટર જેટલો રોડ વાહન વ્યવહાર માટે ડાયવર્ટ કરવામાં આવશે. આ કામગીરી 3 માસમાં પુર્ણ કરવાની હતી. પરંતુ ટેકનીકલ કારણોસર, રેલ્વેના શેડ્યુલ તથા ભારે વરસાદને કારણે સદર કામગીરી સમય-મર્યાદામાં પુર્ણ થઈ શકી નથી. જેથી આ કામગીરી વધુ 3 માસ સુધી 24 કલાકના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

આર.સી.ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટથી ફૈઝાન સ્કુલ વાળો રેલ્વે પાર્સલ ઓફીસ સુધીનો રેલ્વે ટ્રેક સાઈડનો આશરે 500 મીટરનો એક બાજુનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ

1. ફૈઝાન સ્કુલ તરફથી આવતો ટ્રાફિક રેલ્વે પાર્સલ ઓફીસ થઈ જુના શહેરકોટડા પોલીસ સ્ટેશન થઇ ગુરુદ્વારા થઇ હજર સિનેમા મેટ્રો સ્ટેશન તરફના અલગ અલગ માર્ગ તરફ જઈ શકશે.

2. કાલુપુર મેટ્રો સ્ટેશન હંજર સિનેમા તરફથી આવતો ટ્રાફિક સરસપુર ગુરુદ્વારા થઈ જુના શહેરકોટડા પોલીસ સ્ટેશન થઈ રેલ્વે પાર્સલ ઓફિસ થઈ ફૈઝાન સ્કુલ તરફ જઈ શકશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0